વેલેન્ટાઇન ડેએ પરીનું નવું ટીઝર રિલિઝ કરાયું


વેલેન્ટાઇન ડેએ પરીનું નવું ટીઝર રિલિઝ કરાયું

-આ વર્ષની હોળી પર ફિલ્મ રજૂ થવાની છે

-અનુષ્કા શર્માએ વેમ્પ ટાઇપનો રોલ કર્યો છે


મુંબઇ તા.૧૪

 ટોચની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ વેલેન્ટાઇન ડેએ અર્થાત્ આજે એની આગામી ફિલ્મ પરીનું નવું ટીઝર રજૂ કર્યુ ંહતું.

આ ફિલ્મમાં અનુષ્કા નેગેટિવ કે વેમ્પ ટાઇપનો રોલ કરી રહી છે. સામાન્ય રીતે ટોચની અભિનેત્રી આવા રોલ કરવા જલદી તૈયાર થતી નથી. પરંતુ અનુષ્કા તો આ ફિલ્મની પ્રોડયુસર પણ છે. અગાઉ એ એનએચ ૧૦ અને ફિલ્લૌરી જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે. આ એની ત્રીજી ફિલ્મ છે.

ટીઝર રિલિઝ કરતી વખતે અનુષ્કાએ લખ્યું, વીલ યુ બી હર વેેલેન્ટાઇન ? (તમે આ યુવતીના વેલેન્ટાઇન થશો કે ?). ટીઝરમાં એ અભિનેતા પરમવ્રત ચેટરજીને આઇ લવ યુ કહે છે. જવાબમાં પેલો હળવા સ્મિત સાથે ટીવી જોવા માંડે છે. એ પછી તરત અનુષ્કાનો લોહીથી ખરડાયેલો ચહેરો પરદા પર આવે છે જે બિહામણો લાગે છે. આ ચહેરો અનુષ્કાના જવાબમાં કહે છે, આય લવ યુ ટુ...

પ્રોબિત રાય નિર્દેશિત આ ફિલ્મમાં રજત કપૂરે પણ એક મહત્ત્વનો રોલ કર્યો છે. આ ફિલ્મ બીજી માર્ચે હોળીના શુભ દિવસે રજૂ કરવાની અનુષ્કાની યોજના છે. ફિલ્મનું ટાઇટલ ભલે પરી હોય, આ એક હોરર ફિલ્મ હોય એવી છાપ પડયા વિના રહેતી નથી.

આ ઉપરાંત અનુષ્કા શાહરુખ ખાન અને કેટરિના કૈફ સાથે ઝીરો ફિલ્મ કરી રહી છે જેમાં શાહરુખ ખાન વહેંતિયાનો રોલ કરી રહ્યો છે.

More Stories:-


Post Your Comment