બોલીવૂડના હિમેન ધર્મેન્દ્રને રાજ કપૂર જીવન ગૌરવ પુરસ્કાર


બોલીવૂડના હિમેન ધર્મેન્દ્રને રાજ કપૂર જીવન ગૌરવ પુરસ્કાર

- 55માં રાજ્ય ફિલ્મ પુરસ્કારની જાહેરાત

- દિગ્દર્શક રાજકુમાર હિરાણીનું પણ સન્માન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

હિન્દી ફિલ્મોમાં પાંચ દાયકાથી વધુ પ્રદીધં કારકીર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી ચૂકેલા અને હિમેનનું બિરુદ મેળવનારા પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે જીવન ગૌરવ પુરસ્કારથી નવાજવાનો નિર્ણય લીધો છે. જ્યારે સુપ્રસિદ્ધ દિગ્દર્શક તેમ જ મુન્નાભાઈ ફિલ્મની સીરીઝના રાજકુમાર હિરાણીને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કાર આપવામાં આવશે.

જ્યારે મહાન ફિલ્મ સર્જક વી. શાંતારામ જીવન ગૌરવ પુરસ્કાર સુપ્રસિદ્ધ અભિનેતા વિજય ચવ્હાણ અને વી. શાંતારામ વિશેષ યોગદાન પુરસ્કાર પ્રસિદ્ધ અભિનેત્રી તથા દિગ્દર્શક મૃણાલ કુલકર્ણીને આપવાની ધોષણા આજે સાંસ્કૃતિક કાર્યના પ્રધાન વિનોદ તાવડેએ કરી હતી.

રાજ્ય શાસન તરફથી આયોજિત મરાઠી ફિલ્મ મહોત્સવમાં મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવાને ફિલ્મસર્જક વી. શાંતારામ જીવન ગૌરવ અને વિશેષ યોગદાન પુરસ્કાર તેમ જ રાજ કપૂર જીવન ગૌરવ અને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કારથી સન્માનિત કરાય છે. જીવન ગૌરવ પુરસ્કારમાં પાંચ લાખ રૃપિયા અને વિશેષ યોગદાન પુરસ્કારમાં ત્રણ લાખ રૃપિયા આપવામાં આવે છે. આ વર્ષે ૫૫માં રાજ્ય મરાઠી ફિલ્મ મહોત્સવ પુરસ્કારના ઉપરોક્ત નામ આજે પ્રધાન વિનોદ તાવડેએ જાહેર કર્યા હતા.

વર્ષ ૧૯૬૦થી ૧૯૮૦ના દસકામાં સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવનારા હિમેન તરીકે બિરુદ મેળવનારા રાજકપૂર જીવન ગૌરવ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિનેતા ધર્મેન્દ્રએ ૧૯૬૦માં અભિનય ક્ષેત્રમાં પર્દાપણ કર્યું હતું. ૨૫૦થી વધુ  ફિલ્મોમાં કામ કર્યું છે.
'દિલ ભી તેરા હમ ભી તેરે' ફિલ્મથી અભિનય ક્ષેત્રમાં પર્દાર્પણ કર્યું હતું. વર્ષ ૧૯૭૬થી ૧૯૮૪ના સમયમાં  અનેક એક્શન ફિલ્મો કરી. બિમલ રોય, જે. પી. દત્તા, મોહનકુમાર, દુલાલ ગુહા, રાજકુમાર કોહલી,રાજ ખોસલા, રમેશ સિપ્પી એવા અનેક દિગ્દર્શક સાથે તેમણે ફિલ્મોમાં કામ કર્યું હતું.

ફુલ ઔર પથ્થર ફિલ્મમાં તેમણે મીનાકુમાર સાથે કામ કર્યું છે. મીનાકુમારી ઉપરાંત માલાસિંહા, સાયરાબાનુ, શર્મિલા ટાગોર, આશા પારેખ, પરવીનબાબી, હેમા માલિની, રીના રોય, જયા પ્રદા, નામાંકિત અભિનેત્રી સાથે કામ કર્યું છે.

જુગનુ, લલકાર, બ્લેકમેલ, શોલે, યાદો કી બારાત, જેવી અનેક એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. શોલે ફિલ્મમાં વીરુની ભૂમિકા આજે પણ યાદગાર છે. રાજ કપૂર વિશેષ યોગદાન તરીકે પુરસ્કાર મેળવનારા, દિગ્દર્શક રાજકુમાર હિરાનીનો જન્મ વર્ષ ૧૯૬૨માં નાગપુર ખાતે થયો હતો, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક તથા લેખક તરીકે તેમની ઓળખ છે. વિધુ વિનોદ ચોપરાના સહાયક દિગ્દર્શક તરીકે ફિલ્મમાં દિગ્દર્શનની શરૃઆત કરી હતી. તેમણે ખુદે મુખ્ય દિગ્દર્શક તરીકે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મની સીરીઝ બનાવી હતી. આ ફિલ્મને રાષ્ટ્રીય સર્વાત્કૃષ્ટ ફિલ્મ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ સિવાય થ્રી ઇડિયટ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. રાજકુમાર હિરાની ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક સિને પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ફિલ્મસર્જક વી. શાંતારામ જીવનગૌરવ પુરસ્કાર મરાઠી અને હિન્દી ફિલ્મમો વિજય ચવ્હામે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી છે. સહાયક કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

જ્યારે ફિલ્મ સર્જક વી. શાંતારામ વિશેષ યોગદાન પુરસ્કાર મેળવનારી મૃણાલ કુલકર્ણી મરાઠી-હિન્દી ફિલ્મ, નાટક, ટેલિવિઝન ક્ષેત્રમાં કામ કરીને પ્રેક્ષકોના મન જીતી લીધા છે. અભ્યાસ કરતી હતી તે વેળા સ્વામી સિરિયલમાં અભિનય કરીને કારકિર્દીની શરૃઆત કરી હતી.

More Stories:-


Post Your Comment