નજર કે સામને જિગર કે પાસમાં સંજય દત્ત ચમકશે


નજર કે સામને જિગર કે પાસમાં સંજય દત્ત ચમકશે

-હાલ તોડબાજ અને સાહિબ બીબી ગેંગસ્ટર થ્રીમાં બીઝી છે

-નવી ફિલ્મમાં કોમેડી કરશે


મુંબઇ તા.૧૪

 સિનિયર અભિનેતા સંજય દત્તને એક આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ નજર કે સામને જિગર કે પાસ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.

હાલ સંજય દત્ત પોતાની હિટ ફિલ્મ સાહિબ બીબી ઔર ગેંગસ્ટરનની ત્રીજી કડીના અને તોડબાજ નામની એક્શન ફિલ્મના કામમાં બીઝી છે. હવે એને ફૂલટાઇમ કોમેડી ફિલ્મ નજર કે સામને જિગર કે પાસમાં સાઇન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એ અમૃતસરથી આવેલા એક સીધાસાદા યુવાન નજરનો રોલ કરી રહ્યો છે.

આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે નજર કે સામને જિગર કે પાસ ફિલ્મ આવતા મહિને ફ્લોર પર જવાની છે. આ ફિલ્મમાં સંજય એક સાવ નવા સ્વરૃપે દેખાશે. એના સહકલાકારોમાં ડાયના પેન્ટી, શ્રેયસ તાલપડે, જ્હૉની લીવર અને સૌરભ શુક્લાનો સમાવેશ થાય છે.

આ ફિલ્મ એક નવા સંજય દત્તને દર્શકો સમક્ષ રજૂૂ કરશે એમ આ સૂત્રે વધુમાં કહ્યું હતું. અત્યાર સુધી લોકોએ એને એક્શન ફિલ્મોમાં વધુ જોયો છે પરંતુ આ ફિલ્મમાં એનો નવો અવતાર દર્શકો સમક્ષ રજૂ થશે.

અજય અરોરા આ ફિલ્મના ડાયરેક્ટર છે અને સંજયની કમબેક ફિલ્મ ભૂમિ બનાવનારા લેજન્ડ સ્ટુડિયો આ ફિલ્મના નિર્માતા છે.

More Stories:-


Post Your Comment