તબિયત સારી નહીં હોવા છતાં ફિલ્મનંુ કામ કરતા રહે છે


તબિયત સારી નહીં હોવા છતાં ફિલ્મનંુ કામ કરતા રહે છે

-ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના સેટ પર અમિતાભ હાજર થયા

-બે દિવસ પહેલાં તો હૉસ્પિટલમાં ચેકપ માટે ગયેલા


મુંબઇ તા.૧૪

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેટલાક એેવા કલાકારોમાં એક છે જે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના કામને સમર્પિત રહે છે. હજુ માત્ર બે દિવસ પહેલાં મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં રુટિન ચેકપ માટે ગયેલા અમિતાભ બચ્ચન ફરી સેટ પર હાજર થઇ ગયા હોવાની માહિતી મળી હતી.

આ મેગાસ્ટાર હાલ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ કરી રહ્યા છે. વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ પહેલીવાર બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા સુપર સ્ટાર કમ ફિલ્મ સર્જક આમિર ખાન સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ચમકી રહી છે.

૧૯૮૩માં મનમોહન દેસાઇની કૂલી ફિલ્મના સેટ પર ત્યારે સ્ટંટમેન તરીકે ઓળખાતા પુનિત ઇસ્સાર સાથેના એક એક્શન દ્રશ્યમાં જીવલેણ ઇજા થયા બાદ લગભગ દર થોડા થોડા સમયે અમિતાભે નિયમિત મેડિકલ ચેકપ કરાવવું પડે છે. માત્ર દ્રઢ મનોબળ દ્વારા એે કામ કરતા રહે છે. બાકી એમને એક કરતાં વધુ તકલીફો હેરાન કરતી રહે છે.

વિજય કૃષ્ણ આચાર્યના એક સાથીએ કહ્યું કે હવે દસ દિવસનું શિડયુલ બાકી છે અને અમિતજી અમે ધાર્યા કરતાં ઘણો વધુ સહકાર નાજુક તબિયતે પણ આપી રહ્યા છે. કામ પ્રત્યેનું તેમનું સમર્પણ ખરેખર પ્રશંસનીય રહ્યું છે.

More Stories:-


Post Your Comment