પોતાની ગરિમાથી જીવવું એ જ સાચી નારીશક્તિ


પોતાની ગરિમાથી જીવવું એ જ સાચી નારીશક્તિ

જીટીયુમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે સેમિનારનું આયોજન


ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)માં વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં બ્રહ્માકુમારી સંસ્થાનના બી.કે.જાનકી, શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના હીમા પરીખ, સંગીતજ્ઞા ડૉ.ભાવના મહેતા અને જીટીયુના વુમન ડેવલપમેન્ટના ચેરપર્સન ઉષ્મા અનેરાઉએ ગર્લ્સ સ્ટુડન્ટસ સાથે હેલ્થ, સિક્યોરિટી, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કાયદાકિય માર્ગદર્શન, જોબ પ્લેસમેન્ટ જેવા વિષયો ચર્ચા કરી હતી.

 

કાર્યક્રમમાં આધુનિક સમાજ અને મહિલાઓની નેતૃત્વ કલા અંગે વાત કરતાં બી.કે.જાનકીએ કહ્યું કે 'સ્ત્રીઓની અંદર નેતૃત્વ કલા ખીલે જેનાથી સ્ત્રીઓ માત્ર પરિવાર નહીં પણ સમાજમાં આર્થિક સ્તરે ખૂબ આગળ આવી રહી છે, જેમાં બે ઘરની જવાબદારીને લીધે ક્યારેક પોતાની જાતને સમય આપી શકતી નથી. સ્ત્રીઓ પુરુષ સમોવડી બની ગઇ પરંતુ આંતરિક સ્તરે કમજોર બનતી ગઇ છે. સ્ત્રીઓને કેળવણી મળે તે માટે કામ કરીને સમાજમાં તેમની ઓળખ ઊભી કરવી જોઇએ. એક સ્ત્રી જ્યાં સહનશીલતાની મૂર્તિ છે ત્યાં વર્તમાન સ્ત્રી સહન કરવામાં જ થાકી ગઇ છે. પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખી કુટુંબ અને પરિવારને બાંધવાનું કામ કરવું જોઇએ. આધુનિક સમયમાં હવે દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આગળ વધી રહી છે.'

જ્યારે નારી શક્તિ અંગે વાત કરતાં ડૉ.ભાવના મહેતાએ કહ્યું કે, 'દરેક સ્ત્રીઓએ પોતાના જીવનમાં કોઇના જેવા બનવા કરતા પોતાની ગરિમાથી જીવવું તે જ સાચી નારીશક્તિ છે. સ્ત્રીઓએ સમાજ માટે અને પોતાના ઘર માટે કામ કરવાનું હોય છે. સ્ત્રીએ જીવનમાં કોઇ પડકારોથી ગભરાવવું નહીં અને જો પડકારો સામનો કરવાનું થાય તો તેની સામે ઊભા રહેવા ભગવાન પાસે શક્તિ માગવી જોઇએ, જેનાથી સ્ત્રીઓમાં શ્રદ્ધા, ધીરજની સાથે જીવનમાં આગળ વધવાની તક મળશે. ઉપરાંત સ્ત્રીઓએ તકને ઓળખીને એને ઝીલવાની અને ઊભી કરવાની સમજણ વિકસાવવી જોઇએ.

More Stories:-


Post Your Comment