ઇતિહાસનું સંશોધન લાગણી અને ધર્મઝનૂન સાથે નહીં, પ્રમાણભૂતતાપૂર્વક હોવું જોઇએ


ઇતિહાસનું સંશોધન લાગણી અને ધર્મઝનૂન સાથે નહીં, પ્રમાણભૂતતાપૂર્વક હોવું જોઇએ

એચ.કે આર્ટ્સ કોલેજ ખાતે ઇતિહાસ પરિષદનું ૨૯મું અધિવેશન યોજાયું હતું


એચ.કે. આર્ટસ કોલેજના યજમાન પદે ગુજરાત ઇતિહાસ પરિષદનું ૨૯મું અધિવેશન એચ.કે. કોલેજ ખાતે યોજાઇ ગયું. આ અધિવેશનમાં ગુજરાતના પાટણ, ગોધરા, આણંદ, ભૂજ, વડોદરા, વલસાડ વગેરે જિલ્લાથી ઇતિહાસવિદોએ હાજરી આપી હતી.

અધિવેશનમાં ગુજરાત ઇતિહાસ પરિષદના ટ્રસ્ટી અને એચ.કે. કોલેજના પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટે સૌપ્રથમ ગુજરાત ઇતિહાસ પરિષદનો આગવો ઇતિહાસ જણાવી કહ્યું કે પરિષદનો મુખ્ય હેતુ સ્થાનિક ઇતિહાસને ઉજાગર કરવાનો છે. તેમજ તમામ ઇતિહાસ સંશોધકોને ઇતિહાસનું સંશોધન લાગણી અને ધર્મઝનૂનથી પરે, પ્રમાણભૂતતાપૂર્વકનું હોવું જોઇએ.

 

આ પ્રસંગે સ્વર્ગસ્થ રસીકલાલ છો. પરીખ સુવર્ણચંદ્રકથી મંદિર સ્થાપત્યના વિદ્વાન ડૉ. થોમસ પરમારનું સુવર્ણચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું. તેઓએ મધ્યકાલીન ગુજરાતના મંદિર સ્થાપત્ય અને ખાસ કરીને પંચાયતન પ્રકારના મંદિરોનું સવિશેષ સંશોધન કર્યું છે. આ પ્રસંગે ઇતિહાસ પરિષદ તરફથી જુદા જુદા સંશોધન વિષયક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, રૌપ્યચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.

 

ન્યાય સાથે ઇતિહાસનું સંશોધન થવું જોઇએ

આ પ્રસંગે ડૉ. થોમસ પરમારે સ્વાધ્યાય અને ઋણ સ્વીકારણ એમ બે મૂલ્યોનો સ્વીકાર કરતા કહ્યું કે, સંશોધન એ આપણું કામ હોવું જોઇએ. આ પણ દેશની એક મોટી સેવા જ છે. ઇતિહાસકારની જવાબદારી છે કે કોઇ ચોક્કસ દ્રષ્ટિથી અને ન્યાય સાથે ઇતિહાસનું સંશોધન થવું જોઇએ.

 

સરળ અભિવ્યક્તિથી ગાંધીયુગ જણાવ્યો

ગાંધીજીના જીવનના પ્રેરક પરિબળો વિષય પર ચર્ચા કરતા ધનસુરા કોલેજના પ્રિ. તથા ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ પ્રફુલાબેન બ્રહ્મભટ્ટે કહ્યું કે, ગાંધીજીના જીવનમાં સમયાતંરે તેમના દાદા, પિતા કરમચંદ ગાંધી, માતા પૂતળીબાઇ, કેરટેકર રંભા, ટોલ્સટોય વગેરેનો તેમના જીવનમાં પ્રભાવ રહ્યો છે. તેમનું વ્યક્તિત્વ હંમેશા દરેક ક્ષણે પ્રેરણાત્મક રહ્યંુ છે. આજે માનવીય મુલ્યોને કૌંસમાં મુકાયા છે, સારા સમાજનું નિર્માણ કરવું હોય તો ગાંધીજીના મુલ્યોને આવકારવા પડશે.

More Stories:-


Post Your Comment