ડૉક્ટર હોવા સાથે ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગમાં ચેમ્પિયન બન્યા


ડૉક્ટર હોવા સાથે ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગમાં ચેમ્પિયન બન્યા

એન.એચ.એલ. મ્યુનિ. મેડિકલ કોલેજમાં ટેડ એક્સ ટૉક 'એસ્પાયર ટુ ઇન્સ્પાયર' થીમ હેઠળ યોજાઇ


રેડિયોલોજિસ્ટ ડૉક્ટર સામાન્ય રીતે હોસ્પિટલમાં લોકોની સેવા કરતા નજરે પડતા હોય છે. જ્યારે ડૉ. હેમંત પટેલ વ્યવસાયે ડૉક્ટર હોવા સાથે ઇન્ટરનેશનલ પાવરલિફ્ટર પણ છે. એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં યોજાયેલી ટેડએક્સ ટૉકમાં ડૉ. હેમંત પટેલે કહ્યું કે, તમે કોઇપણ વ્યવસાય સાથે જોડાયેલા હોવ પરંતુ તમે તે સિવાય પણ ઘણું કરી શકો છો. હું રેડિયોલોજિસ્ટ હોવા સાથે ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગમાં ચેમ્પિયન છું. સામાન્ય રીતે વ્યક્તિ પોતાને એક વ્યવસાય સાથે બાંધી રાખે છે તેથી તે પોતાનો વિસ્તાર વધારી શકતો નથી. તેથી પોતાની જાતને એક ઢાંચામાં બાંધી રાખવી જોઇએ નહી.

એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં યોજાયેલી ટેડએક્સ ટોકની થીમ એસ્પાયર ટુ ઇન્સ્પાયર રાખવામાં આવી હતી. જેમાં વિવિધ ફિલ્ડનાં એક્સપર્ટે તેમની સંઘર્ષગાથા વર્ણવી હતી સાથે સફળતા મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેલાની અપીલ કરી હતી.

 

૨૦૦૧ના ભૂકંપ બાદ કચ્છની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી

૨૦૦૧ના ભૂકંપ બાદ કચ્છની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. છતા મેં હિમ્મત હાર્યા વગર એક બાંધકામ કંપનીમાં કામ કરવાનું શરૃ કર્યું હતું. જ્યાં મેં એક ખાસ ઈંટ બનાવતું મશીન તૈયાર કર્યું, તેમાં પણ પહેલી વખતમાં સફળતા નહોતી મળી ત્યારબાદ મશીનો બનાવવાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. જીવનમાં આગળ વધવા માટે અવિરત પણે કાર્યરત રહેવું જોઇએ.     - રાજેશ ભટ્ટ, પ્રેસિડેન્ટ, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ

દૂધના નફામાંથી ડેરી પ્રોડક્ટની શરૃઆત કરી હતી

અમુલ ડેરીની શરૃઆત કરવા માટે કેટલીક મહિલાઓએ સાથે મળીને દુધ વેચવાનું કાર્ય કરતી હતી. દૂધનાં વેચાણથી થયેલા નફામાંથી ગાય ખરીદાઇ હતી ત્યારબાદ દૂધ વેચવા સાથે ડેરી પ્રોડક્ટનું પણ પ્રોડક્શન શરૃ કર્યું હતું ત્યારથી અમુલ ડેરીની શરૃઆત કરાઇ હતી. અમુલ ડેરી ગ્રાહકનાં સંતોષને વેલ્યુ ફોર મની ગણે છે. - આર.એસ. સોઢી, સી.ઇ.ઓ. અમુલ

 

મિત્રોના અભિપ્રાય બાદ રેસ્ટોરન્ટ બિઝનેસ શરૃ કર્યો

મારી માતા ફૂડ ચેનલ જોવાના શોખીન છે અને ફૂડ પણ સારૃં બનાવે છે. તેથી મેં સામાન્ય રીતે માર્કેટમાં ન મળતા 'બોહરી' ફૂડનો બિઝનેસ કરવાનું વિચાર્યું હતું. શરૃઆતમાં ફૂડ ઘરમાં કેટલાક મિત્રોને પીરસ્યું તેમના અભિપ્રાય બાદ મુંબઇમાં 'ધી બોહરી ફૂડ' નામની રેસ્ટોરન્ટ ચેઇન શરૃ કરી છે. નાની વાતોને ધ્યાનમાં લઇને આગળ વધવાથી સફળતા ચોક્કસ મળે છે. - મુનાફ કાપડિયા, બોહરી ફૂડ રેસ્ટોરન્ટ

 

નવા રેડિયો સ્ટેશન સાથે જોડાવું રિસ્ક સમાન હતું

સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ એક ખાનગી વીમા કંપનીમાં નોકરી કરતો હતો. એક વખત રેડિયો સ્ટેશનમાં આર.જે. હંટ કોમ્પિટિશન કમ ઇન્ટરવ્યુ યોજાયું હતું, જેમાં મેં મારી સ્ક્રિપ્ટ સાથે ભાગ લીધો અને સિલેક્ટ થયો. રેડિયો સ્ટેશન નવંુ હોવાથી તેમની સાથે જોડાવું મારા માટે રિસ્ક સમાન હતું પરંતુ ત્યારબાદ સખત પરિશ્રમથી આર.જે. પદે વિવિધ એવોર્ડ મેળવ્યા છે. - ધ્વનિત ઠાકર, આર.જે.

More Stories:-


Post Your Comment