વિશ્વમાં 2.45 અબજ લોકો રહેઠાણની આસપાસ પ્રદૂષણનો ભોગ બને છે


વિશ્વમાં 2.45 અબજ લોકો રહેઠાણની આસપાસ પ્રદૂષણનો ભોગ બને છે

- સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2018ના રિપોર્ટ મુજબ

- ભારતમાં ૫૬ કરોડ લોકોએ રોજ પ્રદૂષણનો સામનો કરવો પડે છે પ્રદૂષણ વધવાથી પાર્ટિકયૂલેટ મેટર ફેફસામાં જ


ન્યૂયોર્ક,તા. 15 મે 2018, મંગળવાર

વિશ્વમાં પ્રદૂષણથી થતા મુત્યુ અંગે અમેરિકાની હેલ્થ ઇફેકટ્સ ઇન્સ્ટિટયૂટના સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૧૮ના રિપોર્ટ મુજબ ૨૦૧૬,૧૭માં વિશ્વમાં વાયુ પ્રદૂષણના કારણે ૬૦ લાખથી વધુ લોકોના અકાળ મોત થયા હતા.જેમાંથી ૩૦ લાખ કરતા પણ વધુ મોત ભારત અને ચીનમાં નોંધાયા હતા.

આ બંને દેશોમાં પાર્ટિકયૂલેટ મેટર ૨.૫ ફેફસામાં જમા થઇને સૌથી વધારે નુકસાન કરી રહયું છે. વિશ્વમાં ૨.૪૫ અબજ લોકો પોતાના રહેઠાણની આસપાસ પ્રદૂષણનો ભોગ બને છે. ભારતમાં આ ઘરેલું પ્રદૂષણની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા ૫૬ કરોડ જયારે ચીનમાં ૪૧ કરોડ છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં પ્રદૂષણથી થતા ૨૫ ટકા મુત્યુનું કારણ ઘર તથા તેની આસપાસનું પ્રદૂષણ છે. જયારે ચીનમાં પણ ઘરેલું પ્રદૂષણથી થતા મોતનું પ્રમાણ ૨૦ ટકાથી વધારે છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રાંધણ ગેસ અને ઇલેકટ્રીફિકેશનના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પ્રદૂષણથી થતા મુત્યુદરને ઘટાડી શકાય છે.

૨૦૧૦ પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાઇ દેશોમાં વાયું પ્રદૂષણ ઝડપથી વધી રહયું છે. આ માટે અમેરિકાના હેલ્થ ઇફેકટ્સ ઇન્સ્ટિટયૂટના સંશોધકોએ ઉપગ્રહમાંથી પ્રાપ્ત થયેલા ડેટાનું બારિકાઇથી અધ્યન કર્યુ હતું. આ ડેટાના આધારે જણાયું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ કરતા વાયુનું પ્રદૂષણ ખૂબજ ઝડપથી વધી રહયું છે. આ રિપોર્ટમાં એક ચોંકાવનારી બાબત એ પણ જણાવવામાં આવી છે કે સૌથી વધુ અને સૌથી ઓછું પ્રદૂષણ ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહયું છે.

More Stories:-


Post Your Comment