બાંગ્લાદેશના પૂર્વ PM ખાલેદા ઝિયાને લાંચ કેસમાં ચાર મહિનાના જામીન મળ્યા


બાંગ્લાદેશના પૂર્વ PM ખાલેદા ઝિયાને લાંચ કેસમાં ચાર મહિનાના જામીન મળ્યા

- આઠમી ફેબુ્રઆરીએ ખાલેદાને પાંચ વર્ષની સજા થઇ હતી

- સત્તાવાળાઓને ખાલેદાની અપીલના જવાબ તૈયાર કરવા આદેશ


(પીટીઆઇ)   ઢાકા,  તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

બાંગ્લાદેશના પૂર્વ PM અને હાલના વિરોધ પક્ષના નેતા ખાલેદા ઝિયાને લાંચ કેસમાં થયેલી પાંચ વર્ષની જેલની સજાના એક મહિના પછી અત્રેની ટોચની કોર્ટે તેમને રાહત આપી ચાર મહિનાના જામીન આપ્યા હતા.

બાંગ્લાદેશના લશ્કરી શાસક ઝિયાઉર રહેમાનના નામે બનાવવામાં આવેલા ઝિયા ઓર્ફેનેજ માટે ૭૨ વર્ષના ખાલેદા ઝિયાને ૨૫૦૦૦૦ લાખ ડોલરના વિદેશી દાનમાં લાચ લેવાના કેસમાં આઠમી ફેબુ્રઆરીએ પાંચછ વર્ષની સજા થઇ હતી.

ઢાકાની હોઇકોર્ટે તેમને ચાર મહિનાના જામીન આપ્યા હતા.

'કોર્ટે તેમને ચાર મહિનાના જામીન આપ્યા હતા તો સાથે સાથે ખાલેદા ઝિયાને થયેલી સજા અને જેલને પડકારતી અરજી પર જવાબ તૈયાર કરવાનો પણ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો'એમ કોર્ટના એક અધિકારીએ કહ્યું હતું.જસ્ટિસ ઇનાયતુલ્લાહ રહીમ અને જસ્ટિસ શાહિદ ઉલ કરીમની બેંચે જામીન આપતી વખતે અનેક કારણો પૈકી ખાલેદા ઝિયાની ૭૨ વર્ષની વયને ધ્યાનમાં લીધી હતી. કોર્ટ અધિકારીએ કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટમાંથી મંગાવેલા કેસના દસ્તાવેજો જોયા પછી તેમના જામીન મંજૂર કરાયા હતા.

જો કે કોર્ટે ખાલેદા ઝિયા પર લાદવામાં આવેલા ૨.૧૦ કરોડ ટાકાના દંડ પર સ્ટે આપ્યો હતો. આઠમી ફેબુ્રઆરીના ચૂકાદાએ ચાલુ વર્ષના અંતે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલાં  દેશને રાજકારણને હચમચાવી દીધો હતો. બાંગ્લા નેશનલિસ્ટ પાર્ટીએ સજાના રાજકીય પ્રેરિત ગણાવીને આક્ષેપ કર્યો હતો કે વિરોધી તેમના નેતાને ચૂંટણીથી દૂર કરવા ષડયંત્રો રચી રહ્યા છે.

કાયદા પ્રધાન અનિસુલ હકે પત્રકારોને કહ્યું હતું કે ખાલેદાને મળેલા જામીન દર્શાવે છે કે ન્યાયીક પ્રક્રિયામાં સરકારની દખલગીરી નથી.

More Stories:-


Post Your Comment