કિંગફિશર એરલાઇન્સને સિંગાપોરની બીઓસી એવિએશનને રૃ.૫૭૯ કરોડ ચૂકવવાનો આદેશ


કિંગફિશર એરલાઇન્સને સિંગાપોરની બીઓસી એવિએશનને રૃ.૫૭૯ કરોડ ચૂકવવાનો આદેશ

- બ્રિટનની કોર્ટના ચુકાદાથી ભાગેડુ માલ્યાને વધુ એક આંચકો

- કિંગફિશરે બીઓસી એવિએશન પાસેથી કેટલાક વિમાન લીઝ પર લીધાં હતાં


કેસ હારી જતા કિંગફીશરને વ્યાજ સહિત બાકી રકમ અને કાયદાકીય ખર્ચ ચૂકવવો પડશે
લંડન / સિંગાપોર, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

ભારતમાં કોર્ટ દ્વારા ભાગેડું જાહેર કરવામાં આવેલા વિજય માલ્યાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. તેમની કંપની કિંગફિશર એરલાઇન્સ બ્રિટનમાં એક કેસ હારી ગઇ છે. આ કેસમાં માલ્યાને એક કંપનીને ૯ કરોડ ડોલર એટલે કે ૫૭૯ કરોડ રૃપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસ હવે બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સ સાથે સંકળાયેલો છે. ૬૨ વર્ષીય માલ્યાની કંપનીની વિરુદ્ધ સિંગાપોરની બીઓસી એવિએશન નામની કંપનીએ કેસ દાખલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ ૨૦૧૪નો છે. તે સમયે કિંગફિશરે બીઓસી પાસેથી કેટલાક વિમાન લીઝ પર લીધા હતાં.

બીઓસી એવિએશન અને કિંગફિશર એરલાઇન્સની વચ્ચેનો આ કેસ લિંઝિગ એગ્રીમેન્ટ અંગેનો હતો. બંને વચ્ચે ચાર વિમાન અંગે કરાર થયો હતો. જેમાંથી ત્રણની ડિલિવરી થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ ભારતીય બેંકોની ૯૦૦૦ કરોડ રૃપિયાની લોન ચૂકવી નથી. બીઓસી એવિએશન સિંગાપોર અને બીઓસી એવિએશન(આયરલેન્ડ)એ આ કેસમાં કિંગફિશર એરલાઇન્સ અને યુનાઇટેડ બ્રેવરીઝનું નામ લીધું હતું. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ ્રબ્રેવરીઝમાં પણ માલ્યાનો મોટો હિસ્સો છે.

પાંચ ફેબુ્રઆરીએ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ પીકેને પોતાના આદેશમાં જણાવ્યું હતું કે દંડની વિરુદ્ધ બચાવ પક્ષ પોતાની દલીલો સાબિત કરી શક્યો નથી તેથી કિંગફિશર એરલાઇન્સને વ્યાજ સહિત બાકી રકમ અને કાયદાકીય ખર્ચ બીઓસી એવિએશનને ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે ભારતીય બેંકોના બાકી નાણાં ન ભરવા બદલ ભાત સરકારે માલ્યાના પ્રત્યાર્પણની માગ કરી છે. પ્રત્યાર્પણના આ કેસની સુનાવણી ૧૬ માર્ચના રોજ થવાની છે. પ્રત્યાર્પણના આ કેસનો ચુકાદો મે મહિનામાં આવે તેવી સંભાવના છે. આજના ચુકાદા અંગે કિંગફિશર દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી.

More Stories:-


Post Your Comment