અમેરિકાએ સીરિયામાં ઝીંકેલી એક મિસાઇલની કિંમત રૂ. 10 કરોડ


અમેરિકાએ સીરિયામાં ઝીંકેલી એક મિસાઇલની કિંમત રૂ. 10 કરોડ

- અમેરિકાએ સીરિયામાં બી-1 બોમ્બર્સ, ટોર્નેડો ફાઇટર જેટ પણ ઉતાર્યા

- ટોમહોક ક્રૂઝ પ્રકારની મિસાઇલો પ્રતિ કલાક 890 કિ.મી.ની ઝડપે હુમલો કરવા સક્ષમ


વૉશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2018, રવિવાર

અમેરિકાએ સીરિયામાં ઝીંકેલી એક મિસાઇલની કિંમત રૂ. દસ કરોડ જેટલી થવા જાય છે.

અમેરિકાએ આવી ૧૨૦ મિસાઇલો ઝીંકી છે. આ કાર્યવાહીમાં અમેરિકાએ આશરે રૃ. ૧૧ અબજનો ખર્ચ કરી નાંખ્યો છે. આ ઉપરાંત બ્રિટન અને ફ્રાંસ પણ હવાઇ હુમલામાં જોડાયા હતા. આમ, આ ત્રણેય દેશોને સીરિયામાં કરેલી કાર્યવાહી અબજો રૃપિયામાં પડી છે.

અમેરિકાએ સીરિયામાં ટોમહોક ક્રૂઝ પ્રકારની મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ મિસાઇલો જમીન પર ચોક્કસ લક્ષ્યાંક પર હુમલો કરવા સક્ષમ છે.

અમેરિકન સેનામાં ૧૯૮૩થી સામેલ ટોમહોક મિસાઇલો ૧,૩૦૦ કિલો વજન ધરાવે છે. આશરે ૧૮ ફૂટ લંબાઇ ધરાવતી ટોમહોક મિસાઇલો જમીનથી ૧૦૦થી ૧૬૪ ફૂટ ઉપર ૮૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડીને હુમલો કરી શકે છે. આ પ્રકારની મિસાઇલો જીપીએસ અને એક્ટિવ રડાર હોમિંગ નામની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોય છે.

 ટોમહોક મિસાઇલો કોઇ પણ પ્રકારના વાતાવરણમાં દૂર સુધી હુમલો કરી શકતી સબસોનિક સ્પિડ ધરાવતી ક્રૂઝ મિસાઇલો છે.  

અમેરિકાએ ટોમહોક મિસાઇલોની સાથે બી-૧ બોમ્બર્સ, ટોર્નેડો ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજોની મદદથી પણ સીરિયાની પશ્ચિમે સંગ્રહ કરેલા કેમિકલ શસ્ત્રોના ભંડારો પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત અમેરિકાએ દમાસ્કસના સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરને પણ મિસાઇલથી ઊડાવી દીધું હતું. અમેરિકાએ ગયા વર્ષે પણ સીરિયામાં ૫૯ મિસાઇલો ઝીંકી હતી.

More Stories:-


Post Your Comment