સરદાર પટેલના ઘરમાં દીવાના સ્થાને એલઇડી બલ્બ મુકાતા ચર્ચા છેડાઇ


સરદાર પટેલના ઘરમાં દીવાના સ્થાને એલઇડી બલ્બ મુકાતા ચર્ચા છેડાઇ

- કરમસદમાંં લોખંડી પુરૃષ

- હેરીટેજ વિભાગના અધિકારીઓના સુચનના પગલે એલઇડી બલ્બ મુકાયો


આણંદ,તા.૧૫ મે 2018, મંગળવાર

લોહપુરૃષના ઉપનામથી જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલના માદરેવતન કરમસદ સ્થિત સરદાર સાહેબના નિવાસસ્થાનમાંથી વર્ષોથી પ્રજ્વલિત અખંડ જ્યોતને એલઈડી લાઈટમાં ફેરબદલ કરાતા કરમસદ ગામનું નામ પુન: ચર્ચામાં આવ્યું છે.

વર્ષો જુના સરદાર સાહેબના નિવાસસ્થાનને તેલના દીવાના કારણે અકસ્માતે દુર્ઘટનાની સંભાવનાને લઈને કોઈ નુકસાન ન થાય તે હેતુથી અખંડ જ્યોતના સ્થાને એલઈડી લાઈટનો બલ્બ મુકાયો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

સરદાસ સાહેબના નિવાસસ્થાન સહિતની વિવિધ ચીજવસ્તુઓની જાળવણી સરદાર સ્મારક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ નિવાસસ્થાન ખાતે સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ વર્ષોથી નિરંતર ચાલતી અખંડ જ્યોત આવેલ છે. તાજેતરમાં હેરીટેજના અધિકારીઓ દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે આ જ્યોતના કારણે વર્ષો પુરાણા આ મકાનને ક્યારેક નુકસાન પહોંચે તેવી સંભાવના છે. જેને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા તાજેતરમાં એક બેઠક બોલાવી આ અખંડ જ્યોતના વિકલ્પમાં એલઈડી બલ્બ મુકવાની ચર્ચા કરાઈ હતી. જે મુજબ હાલમાં અખંડ જ્યોતના સ્થાને એલઈડી બલ્બ મુકવામાં આવ્યો છે.

વર્ષોથી નિરંતર પ્રજ્વલિત અખંડ જ્યોતનું એલઈડી બલ્બમાં રૃપાંતર થતાં નગરજનો તેમજ રાષ્ટ્રપ્રેમી જનતામાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. અખંડ જ્યોતના કારણે નિવાસસ્થાનને નુકસાન થવાની ભીતિ હોય તો એલઈડી બલ્બમાં શોટ-સર્કીટ થવાથી નુકસાનની ભીતિ સામે શું રક્ષણ આપી શકાય તેવા પ્રશ્નો જાગૃતોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

More Stories:-


Post Your Comment