વડોદરા કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જની ઘટનામાં નડિયાદના વકીલોનો વિરોધ


વડોદરા કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જની ઘટનામાં નડિયાદના વકીલોનો વિરોધ

- લાઠીચાર્જથી વકીલોને ઈજાઓ થતા નડિયાદ કોર્ટના વકીલો પણ કામકાજથી અળગા રહ્યા


નડિયાદ,તા.૨૦ માર્ચ 2018, મંગળવાર

આજે નડિયાદ બાર એશોસીએશનની સામાન્ય સભા મળી હતી. જેમાં વડોદરા ખાતે નવી કોર્ટમાં બેસવા બાબતના ઘમાસાણને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અને વકીલો પર થયેલા પોલીસ લાઠીચાર્જનો વિરોધ નોંધાવવા માટે નડિયાદ કોર્ટના વકીલો કોર્ટની કામગીરીમાં ભાગ લીધો ન હતો.

તાજેતરમાં વડોદરામાં બનેલા કોર્ટના નવા બિલ્ડીંગમાં બેસવા બાબતે વકીલોની માંગણીઓને લઈ વિખવાદ ચાલી રહ્યો છે. વિખવાદની વચ્ચે વડોદરાના વકીલોએ ત્યાંના ડીસ્ટ્રીક્ટ જજને મળી પોતાની વાતની રજૂઆત કરી હતી. જ્યાં જજ દ્વારા વકીલોને હકારાત્મક પ્રતિભાવ મળ્યો ન હતો. રજૂઆત સમયે પોલીસ બોલાવતા ત્યાં દોડધામ મચી હતી. દરમિયામ પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

જેમાં કેટલાક વકીલોને ઈજાઓ પહોંચી હતી. તેમજ વકીલો ઉપર કેસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ નડિયાદ બાર એશોસીએશનની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં સભ્યો દ્વારા ઘટનાને વખોળી કાઢવામાં આવી હતી. અને ન્યાયાધીશોની જોહુકમી સામે પણ નારાજગી જાહેર કરી હતી. વકીલો ઉપર થયેલા લાઠીચાર્જને દુ:ખદ ગણાવી છે. અને નડિયાદ બાર એશોસીએશન દ્વારા બરોડા બાર એશોસીએશન પ્રત્યે સંવેદના અને સમર્થન જાહેર  કર્યું હતુ. તેમજ આ સામાન્ય બેઠકમાં એક દિવસ કોર્ટની કામગીરીથી અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો.

સંપૂર્ણ બહુમતીથી પસાર થયેલા એસોસીએશનના આ નિર્ણયને તમામ વકીલોએ વળગી રહી કામગીરીથી દૂર રહ્યાં હતા. અને મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો.

More Stories:-


Post Your Comment