ખેડૂતોના પ્રચંડ શક્તિ- પ્રદર્શન સામે ભાજપ સરકાર નમી પડી : બધી જ માગણીઓ સ્વીકારી


ખેડૂતોના પ્રચંડ શક્તિ- પ્રદર્શન સામે ભાજપ સરકાર નમી પડી : બધી જ માગણીઓ સ્વીકારી

- લાલ રંગ ભગવાને ભારે પડયો

- લોન્ગ માર્ચને ઝળહળતી સફળતા મળતા આંદોલન પાછું ખેંચાયું


મુંબઈ, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તરફથી રાજ્યના કિસાનોની સમસ્યાઓ એમની માગણીઓ પ્રત્યે ચર્ચા કરીને નિર્ણય લેવા માટે ૬ પ્રધાનોનો એક સબકમિટીનું ગઠન કરવાનો નિર્ણય લીધો અને નાશિકથી ૧૮૦ કિ.મી. લાંબા અંતર સુધી મુંબઇ આવેલા હજારો ખેડૂતોનો કિસાન લોગ માર્ચને સરકારે લિખિત રૃપમાં આશ્વાસન આપ્યું અને કિસાનોની બધી માગણીઓ માન્ય કરવામાં આવી તેમજ આવતા ત્રણ મહિનામાં આ સંદર્ભે મહત્વના નિર્ણયો લેવામાં આવશે એવું ઠોસ આશ્વાસન ચંદ્રકાંતદાદા પાટિલ, એકનાથ શિંદે અને ગિરીશ બાપટ આ ત્રણ પ્રધાનોએ આઝાદ મેદાનમાં જઇને આ પ્રત્યેની જાહેરાત કર્ય ાબાદ કિસાન લોગ માર્ચ ઝળહળતી સફળતા મળી તેમજ ખેડૂતોનું આંદોલન સફળતાથી પાછુ ખેંચવામાં આવી હોવાની જાહેરાત સીપીએમના વરિષ્ઠ વિધાન સભ્ય જીવા પાંડુ ગામિતે આઝાદ મેદાનમાં કરી હતી.
૬ દિવસ પહેલા નાશિકથી સીપીએમના વરિષ્ઠ  વિધાનસભ્ય જીવા પાંડુ ગામિતના નવેતૃત્વ હેઠળ કિસાનોમાં લોંગ માર્ચ મહારાષ્ટ્ર વિધાન ભવનને ઘેરાવો કરવા માટે કાઢવામાં આવ્યો. પગપાળા આ લોગ માર્ચથી તમામ હજારો ખેડૂતોનું લાલ વાવાઝોડુ ગઇકાલે રાતના ઘાટકોપરના સોમૈયા મેદાન સુધી આવતા રાજ્યના જળસંપદા પ્રધાન ગિરીશ મહાજને કિસાન લોગ માર્ચના નેતાઓની મુલાકાત કરીને સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનું અને ચર્ચા માટે આવવાનું આમંત્રણ આપ્યું.

ગઇકાલે રાતના  જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૬ પ્રધાનોની સબકમિટીનું ગઠન કરવામાં આવતી હોવાની જાહેરાત કરી. આજે બપોરે કિસાન લોગમાર્ચના નેતાઓએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાને નિયુક્ત કરેલા પ્રધાનોની કમિટીના સભ્યો સાથે મુલાકાત લઇને વિધાન ભવનમાં ચર્ચા કરી. સરકાર તરફથી લિખિત રૃપમાં માંગવુ યોગ્ય નથી પણ પાછલા અનુભવ સારા ના હોવાના કારણે અમે લિખિટરૃપમાં આશ્વાસનનો આગ્રહ કર્યો, એવું જીવા પાંડુ ગોવિતે સ્પષ્ટ કર્યું. ૨૦૦૬ના જંગલ કાનૂનની સારી રીતે અમલ બજાવણી થતી નતી એમ કહેવામાં આવ્તા મુખ્ય પ્રધાને ૬ મહિનામાં અમલ બજાવણી થશે. અને અપાત્ર  પ્રકરણો ફરીથી તપાસીને ૨૦૦૬ પહેલા જેટલી જગ્યા હશે એ જગ્યા આપવામાં આવશે. જંગલ જમીનના દાવાનો ૬ મહિનામાં ઉકેલ કરવામાં આવશે. કળવણ સુરગણા વિસ્તારમાં ૧૨૦૦ કરોડ રૃપિયાની સિંચાઇ યોજનાઓ ૩૨ સિંચાઇ નદી જોડવાના પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવશે. સિવિલ સર્જન ૬ મહિનામાં આવશે એ એકવારનું સર્ટિફિકેટ યોગ્ય ગણાશે. ૪૮ લાખ ખેડૂતોને દેવામાફીનો લાભ આપવામાં આવ્યો છે. એવી જ રીતે સરેરાશ દેવામાફી શક્ય નથી પણ એના માટે સરકાર કમિટી બનાવશે. ૨૦૦૦ના બદલે  ૨૦૦૧ આ વર્ષનો વિચાર કરી, એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું.

ખેડૂતોની અનુમતીથી જ જમીન લેવામાં આવશે
મુંબઇ નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ માટે જે ખેડૂતોની જમીન જોઇએ એ ખેડૂતોની અનુમતી/ પરવાનગી હશે મોજ એ જમીન લેવામાં આવશે, એવું સ્પષ્ટ આશ્વાસન પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યું.

More Stories:-


Post Your Comment