આઠ વર્ષના બાળકને નિ:વસ્ત્ર કરી ઝાડ સાથે બાધ્યો: પોલીસે છોડાવ્યો


આઠ વર્ષના બાળકને નિ:વસ્ત્ર કરી ઝાડ સાથે બાધ્યો: પોલીસે છોડાવ્યો

- સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર આવેલાં મેસેજને ધ્યાનમાં રાખી પોલીસે પગલાં લીધા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

અંધેરી પશ્ચિમના સ્લમમાં પરિવાર સાથે રહેતાં આઠ વર્ષના બાળકને તેની માતાએ સજારૃપે નિ:વસ્ત્ર કરીને ઝાડ સાથે બાંધતાં તે જોરજોરથી રડી રહ્યો હતો. આ સંદર્ભે કોઈએ સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ ટવિટર પર મુંબઈ પોલીસને જણાવતા પોલીસે પગલાં લઈ તેને બચાવી લીધો હતો. જુહૂ પોલીસે જણાવ્યું હતું કે બાળક સાથે આ રીતનુ વર્તન કરવામાં આવ્યા બાદ ટવિટર મેસેજ કરનાર સાથે સોશ્યિલ મીડિયા ટીમ સંપર્કમાં રહી હતી. જેણે ફોટો સાથે માહિતી આપી હતી. આ વ્યક્તિના ઘરમાંથી આ બધુ દેખાઈ રહ્યું હતું.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંધેરી ફાયરબ્રિગેડ નજીક આવેલી સ્લમથી ફરિયાદીનુ ઘર નજીકમાં જ હતું. પોલીસે આઠ વર્ષના બાળકને તેની માતા અને મોટાભાઈએ બાંધેલી રસ્સી કાપીને ઝાડથી દૂર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બાળકના પિતાનુ મૃત્યુ થઈ ગયુ છે અને તેણે ઘરનુ કામ કરીને ગુજરાન ચલાવાનુ હોય છે. ત્યારે તેણે બાળકને ભણવાનુ જણાવ્યું હતુ, જેથી તેનુ ભવિષ્ય ઉજળુ બને. 

પરંતુ બાળક સ્કૂલમાં મોટાભાગે જતો નથી, જેના લીધે માતાને ગુસ્સો આવ છે. આજે તે ફરી સ્કૂલમાં ગયો નહોતો. એટલાં માટે તેને સજા આપવામાં આવી હતી. બાળકને અમે તબીબી તપાસ માટે લઈ ગયા હતા અને તેને કોઈ ઈજા થઈ ન હોવાનું જણાઈ આવ્યું હતું. જુહૂ પોલીસે મહિલાને વોર્નિંગ આપીને છોડી દીધી હતી અને આ રીતે બાળકને સજા ન આપવાની વાત કહી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસ સામે માફી માગી હતી અને ભવિષ્યમાં તેના બાળકને આ રીતે સજા આપશે નહીં એવુ પોલીસે જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment