મુંબઇના હજ હાઉસની અગાશી પર ભારતનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાશે


મુંબઇના હજ હાઉસની અગાશી પર ભારતનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાશે

- અત્યારે ભારતમાં કોઇ ઇમારત પર આટલી ઉંચાઇએ ત્રિરંગો લહેરાતો નથી


(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ તા.૧૫ મે 2018, મંગળવાર

ભારતમાં ઘણે સ્થળે જમીન પર ખૂબ ઊંચા ફલેગ પોલ પર ત્રિરંગો લહેરાય છે. જોકે મુંબઇના હજ હાઉસની અગાશી પર ભારતનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાશે. અત્યારે ભારતમાં કોઇ ઇમારત પર આટલી ઉંચાઇએ ત્રિરંગો લહેરાતો નથી. હજ હાઉસ એવી પહેલી ઇમારત બની છે. જ્યાં ૨૦ મીટર ઉંચો ફલેગ પોલ અગાસી પર ગોઠવવામાં આવ્યો છે. સોમવારે કામગારોએ અગાસીના એક વિશિષ્ટ પ્લેટફોર્મ પર પોલ ગોઠવી સફળ પરીક્ષણ પણ કરી જોયું હતું.

આગામી બે થી ત્રણ અઠવાડિયામાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં આ ફલેગપોલનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે.

હજ હાઉસની ઉંચાઇ ૨૦૦ ફૂટ છે જ્યારે પોલની ઉંચાઇ ૬૦ ફૂટની છે. તેથી ત્રિરંગો જમીનથી ૨૬૦ ફૂટની ઉંચાઇએ હવામાં લહેરાશે.

અહીં ૨૦ ફૂટ ટ ૩૦ ફૂટનો વિસ્તાર ધરાવતો ત્રિરંગો ગોઠવવામાં આવશે. પરીણામે દરરોજ સવારે ઝંડો લહેરાવવો અને સાંજે ઉતારી લેવો શક્ય બને તેમ હોવાથી હજ કમિટી સરકાર પાસે વિશિષ્ટ પરવાનગી માગશે જેથી ઝંડો દિવસ-રાત લહેરાતો રાખી શકાય. ત્રિરંગોને લોકો દૂર થી જોઇ  શકે તે માટે વિશિષ્ટ લાઇટીંગ પણ ગોઠવવામાં આવશે.

More Stories:-


Post Your Comment