પુણેની મહિલાએ ૧૩ હજાર ફૂટ ઉંચેથી સ્કાય ડાઇવીંગ કરી વિક્રમ કર્યો


પુણેની મહિલાએ ૧૩ હજાર ફૂટ ઉંચેથી સ્કાય ડાઇવીંગ કરી વિક્રમ કર્યો

- નવવારી સાડી પહેરીને

- મહારાષ્ટ્રની શાન ધરાવતી પદ્મશ્રી શીતલ મહાજને થાઇલેન્ડમાં આ રેકોર્ડ નોંધાવ્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

ભારતીય સ્કાયડાઇવર શીતલ મહાજને થાઈલેન્ડમાં આજે સવારે અંદાજે ૧૩ હજાર ફૂટ ઉંચાઈથી વિમાનમાંથી કૂદકા મારીને નવો વિક્રમ નોંધાવ્યો છે. જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રનુ શાન ધરાવતી પદ્મશ્રી મેળવેલ શીતલે મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનુ પ્રતિક ધરાવતી નઉવારી સાડી પહેરીને આ વિક્રમ કરી અભિમાનનુ કામ કર્યું હતું.

રવિવારે વિક્રમની સંપૂર્ણ તૈયારી કરી હતી. પરંતુ ખરાબ હવામાનને લીધષ તેણે દસ હજાર ફૂટ ઉપર જઈ પાછુ ફરવુ પડયું હતું. સોમવારે માત્ર હવામાને સાથ ન આપતા આ વિક્રમ નોંધાવવુ શક્ય બન્યુ નહોતુ. પેરા જમ્પર(સ્કાય ડાઇવર) સાહસી રમતમાં શીતલ મહાજને અત્યાર સુધીમાં ૧૭ નેશનલ અને છ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. મરાઠી સંસ્કૃતિનુ જતન થવુ જોઈએ એને ધ્યાનમાં રાખીને નઉવારી પહેરીને તેણે આ વિક્રમ કર્યો હતો.

શીતલ મહાજનનો જન્મ પુણેમાં થયો હોવાથી તેનુ મૂળ ગામ જળગાવ છે. શીતલ મહાજને અત્યાર સુધીમાં ૭૦૦૦થી વધુ સખત પેરાશૂટ જમ્પ કર્યું હતું. તેમાંથી સૌથી વધુ ૧૩,૫૦૦ ફૂટથી અને કોઈકવાર અઢાર હજાર ફૂટથી અને એક જમ્પ ઓક્સિજનના સહાયથી ૩૦ હજાર ફૂટથી સ્કાય ડાઇવીંગ કર્યું છે. સાત વિવિધ પ્રકારની વિમાનથી દુનિયાના સાત ખંડ પર વિવિધ ઠેકાણે પેરાશૂટ જમ્પ પણ કર્યું છે. જ્યારે રિઝોનામાં દસ કલાકનુ વ્હરટિકલ વિન્ડ ટનલમાં ટ્રેનીંગ લીધી છે.

More Stories:-


Post Your Comment