બે બાળકીનો વિનયભંગ: રિક્ષા ચાલક સહિત બેને જન્મટીપ


બે બાળકીનો વિનયભંગ: રિક્ષા ચાલક સહિત બેને જન્મટીપ

- બંને આરોપી પીડિતોના પાડોશી હતી અને એકમેકને ઓળખતા હતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

થાણેની કોર્ટે પાડોશમાં રહેતી બે સગીર બાળાઓનો વિનયભંગ કરવા બદલ બે આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. એડિશનલ સેશન્સ જજ સંગીતા ખાલીપેએ રિક્ષા ચાલક શ્યામ ચવ્હાણ (૩૬) અને પ્રદીપ ગાયકવાડ (૨૮)નામના કામદારને આ સંજા સંભળાવી હતી. કોર્ટે દરેક પર રૃ. બે હજારનો દંડ પણ લાદ્યો છેે.

સરકારી પક્ષના જણાવ્યા મુજબ ગયા વર્ષે સાતમી એપ્રિલે નવ અને પાંચ વર્ષની બે બાળકીઓ વાગળે એસ્ટેટ ખાતે સાઠે નગરમાં તેમના ઘરની બહાર રમતી હતી. આરોપી પાડોશી હોવાથી બાળકીઓ તેમની સાથે હળી ભળી ગઈ હતી.

આરોપી રિક્ષામાં આવ્યો અને બંને જણને એકાંતમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. આરોપી બાળકીઓને ફરી ઘરે મૂકી ગયો હતો. બંને જણે માતાપિતાને બનાવની જાણ કરતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને જણની ધરપકડ કરી હતી.

તેમની સામે અપહરણ અને વિનયભંગનો કેસ નોંધીને પોક્સો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાળકીઓને બળજબરીથી ઉપાડી જવાઈ હતી અને તેમને આઈસક્રિમની લાલચ આપીને તેમની સાથે વિનયભંગ કરવામાં આવ્યો હતો, એમ જજે નોંધ્યું હતું.

More Stories:-


Post Your Comment