ભારતના 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ, 25 કરોડપતિ


ભારતના 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ, 25 કરોડપતિ

- 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનની ખુલી પોલ

- સૌથી વધુ પૈસાદાર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ


નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતના કુલ 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાંથી 25 મુખ્યમંત્રી કરોડપતિઓના લિસ્ટમાં છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)એ જાહેર કર્યાં છે. આ અહેવાલમાં 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા છે.

સોમવારે આવેલા રિપોર્ટ અનુસાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 31 મુખ્યમંત્રી હોય છે. જેમાંથી 11 એટલે કે 35 ટકા નેતાઓએ પોતાની પર લાગેલા કેસને સાર્વજનિક કર્યાં છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ ક્રિમિનલ કેસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર છે. જેની પર કુલ 22 કેસ છે. જેમાંથી ત્રણ ગંભીર કેસ છે.

રિપોર્ટમાં બિહારના નીતિશ કુમાર, દિલ્હીના અરવિંદ કેજરીવાલ, ઝારખંડના રઘુબર દાસ, યુપીના યોગી આદિત્યનાથ, તેલંગાણાના કેસી રાવ, કેરલના પિનરાઇ વિજયન, જમ્મુ કાશ્મીરની મહેબુબા મુફ્તી, પુડુચેરીના નારાયણસામી, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ, પંજાબના કેપ્ટન અમરિંદર સિંહનો સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં ફડણવીસ પછી કેરલના મુખ્યમંત્રીનું નામ આવે છે. જેમની પર 11 ક્રિમિનલ કેસ છે. ત્રીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. જેની પર 10 કેસ છે. ગંભીર મામલાની વાત કરવામાં આવે તો કેજરીવાલ પહેલા નંબર પર છે. તેની પર ચાર કેસ દાખલ છે.

ભારતમાં રાજ્યોના મુખ્યપ્રધાનોની સરેશાશ સંપત્તિ 16.18 કરોડ રૂપિયા છે. જેમાં 81 ટકા એટલે કે 25 સીએમ કરોડપતિ છે. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડૂ સૌથી અમીર છે, તેમની સંપત્તિ 177 કરોડ રૂપિયા છે. આ સિવાય ટોપ થ્રીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી સામેલ છે. ત્રિપુરાના સીએમ માણિક સરકારે પોતાની સંપત્તિ સૌથી ઓછી દર્શાવી છે. એફિડેવિટ અનુસાર તેમની પાસે 26 લાખની સંપત્તિ છે. 100 કરોડથી વધારે સંપત્તિવાળા 2 સીએમ છે. 10થી 50 કરોડની વચ્ચે 6, 1 અને 10 કરોડની વચ્ચે 17 અને એક કરોડથી ઓછી સંપત્તિવાળા 6 મુખ્યમંત્રી છે.

ટોપ પાંચના કરોડપતી મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ રૂા. 177.48 કરોડની સંપત્તિ સાથે પ્રથમ છે જ્યારે અરૂણાચલના પેમા ખાંડૂ રૂા. 129.57 કરોડની સંપત્તિ ધરાવે છે. પંજાબના અમરિંદર સિંહ રૂા. 48.31 કરોડ, તેલંગણાના કે ચંદ્રશેખર રાવ 15.51 અને મેઘાલયના મુખ્યપ્રધાન મુકુલ સંગમા રૂા. 14.50 કરોડની સંપત્તિ ધરાવે છે. 
 

More Stories:-


Post Your Comment