અબૂ સલેમે પોતાની જમીન પર ગેરકાયદેસર કબ્જા સામે પોલીસ ફરીયાદ કરી


અબૂ સલેમે પોતાની જમીન પર ગેરકાયદેસર કબ્જા સામે પોલીસ ફરીયાદ કરી

- પોલીસે તેમના આરોપોને પાયાવિહોણા ગણાવી આ બદલો લેવાનું પગલું ગણાવ્યું

- આ મામલે બંન્ને પક્ષો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે


નવી દિલ્હી, તા 13 માર્ચ 2018, મંગળવાર

મુંબઇમાં આતંકનો પર્યાય રહેલા અબૂ સલેમે ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પોતાની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા કબ્જાથી મુક્ત કરવા માટે પોલીસ ફરીયાદ કરી છે. જ્યારે પોલીસે તેમના આરોપોને પાયાવિહોણા ગણાવી આ બદલો લેવાનું પગલું ગણાવ્યું હતું.

મુંબઇની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ સલેમ આઝમગઢના સરાયમીર કસ્બા સ્થિત પઠાન ટોલાનો મૂળ રહેવાસી છે અને તેના ભાઇ અબ્દુલ કય્યૂમ અંસારીએ સરાયમીર પોલીસ મથકમાં પ્રાર્થનાપત્ર આપીને તેની જમીન પર કેટલાક લોકોએ કબ્જો કરી ત્યાં ગેરકાયદેસર નિર્માણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

જો કે, પોલીસે તેના આરોપોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું કે, સલેમના ભાઇ અબૂ હાકિમની બીજા પક્ષ સાથે કેટલાક માસ પહેલા અણબનાવ થયો હતો જેનો બદલો લેવા સલેમે આ આરોપો લગાવ્યા છે. સલેમે પોતાની દરખાસ્તમાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી જમીન પર કબ્જો કર્યો છે અને તેના પર ગેરકાયદેસર દબાણ કર્યોનો આરોપ લગાવ્યો છે. જ્યારે બીજા પક્ષકારનું કહેવું છે કે, આ જમીનનું વેચાણખત કરવામાં આવ્યું હતું અને જેમાં સલેમનો મોટો ભાઇ અબૂ સલેમ સાક્ષી હતો જો જમીન હડપવી જ હોય તો હાકીમ ગવાહી શું કામ આપે. આમ, આ મામલે બંન્ને પક્ષો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે.

More Stories:-


Post Your Comment