ઉન્નાવ: BJP સાંસદ બાદ હવે સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર પર બળાત્કારનો આરોપ


ઉન્નાવ: BJP સાંસદ બાદ હવે સમાજવાદી પાર્ટીના કાઉન્સિલર પર બળાત્કારનો આરોપ

- અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હોવાનો પીડિતાનો આરોપ

- ઘટનાના 2 મહિના બાદ ફરિયાદ નોંધવામાં આવી: પીડિતાનો પતિ


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં BJP સાંસદ કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારના આરોપ બાદ ઉન્નાવના જ SP વિરુદ્ધ દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવાયો છે.

પોલીસે ઉન્નાવના સફીપુરના  સમાજવાદી પાર્ટીના પાર્ષદ ઈમરાન વિરુદ્ધ FIR નોંધી છે.

પોલીસે જણાવ્યુ કે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાએ એ આરોપ લગાવ્યો છે કે બળાત્કાર દરમિયાન પાર્ષદને એક સાથી અશ્લીલ વીડિયો બનાવી રહ્યો હતો. હવે પાર્ષદ તે અશ્લીલ વીડિયો દ્વારા તેને બ્લેકમેલ કરી ચૂપ રહેવાની ધમકી આપી રહ્યો છે.

આરોપી પાર્ષદ સમાજવાદી પાર્ટીનો સભ્ય છે એટલે તે દાવો કરી રહ્યો છે કે રાજકીય પહોંચના કારણે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. પીડિતાના પતિનો આરોપ છે કે ઘટનાના બે મહિના બાદ હવે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ પાર્ષદને હજુ સુધી ધરપકડ કરાઈ નથી. ઉન્નાવના ASPનું કહેવુ છે કે ફરિયાદના સમયે FIR નોંધી લેવામાં આવી હતી.

More Stories:-


Post Your Comment