દુષ્કર્મની ઘટનાઓએ દેશના દરેક ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભુ કર્યું છે: અખિલેશ યાદવ


દુષ્કર્મની ઘટનાઓએ દેશના દરેક ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભુ કર્યું છે: અખિલેશ યાદવ

- સરકાર આટલા ગંભીર મુદ્દા વિશે કોઈ કડક કાર્યવાહી કેમ કરતી નથી ?


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018 રવિવાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એકવાર ફરી દેશમાં વધતા બળાત્કાર વિશે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

અખિલેશ યાદવે ટ્વીટ કરી કે ઉન્નાવ, કઠુઆ, સુરત અને હવે દિલ્હીમાં બળાત્કારની ઘટનાઓ દેશના દરેક ઘરમાં ચિંતા ઉભી કરી રહી છે. લોકોમાં પોતાની બેન-દિકરીઓને લઈને ડરનો માહોલ બની ગયો છે. સરકાર આટલા ગંભીર મુદ્દા વિશે કોઈ કડક કાર્યવાહી ના કરીને રાજકીય રમત રમી રહી છે. આનાથી વધારે દુખ:દ અને નિંદનીય બીજુ શું હોઈ શકે.

દેશમાં ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલ બળાત્કારની ઘટનાઓથી રોષ ફેલાયેલો છે. દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. લોકો રસ્તા પર પોસ્ટર અને બેનર લઈને ઉતરી રહ્યા છે.

ગુજરાતના સુરતમાં એક 11 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. તેના શરીર પર ઈજાના 86 નિશાન મળ્યા છે. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજાના નિશાન છે.

More Stories:-


Post Your Comment