દિલ્હીના આનંદ વિહાર સ્ટેશને પણ ડ્રાઇવર વગરનું એન્જીન ચાલતાં હોબાળો


દિલ્હીના આનંદ વિહાર સ્ટેશને પણ ડ્રાઇવર વગરનું એન્જીન ચાલતાં હોબાળો

- હેંડ બ્રેક ફેલ થતાં આવું બન્યાનો રેલવેનો બચાવ :ઓડિશામાં પણ આવું બનેલું

- અગાઉ ઓડિશામાં પણ એન્જીન વગર ટ્રેન દોડી હતી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ 2018, શનિવાર

ઓડિશામાં અન્જીન વગર દસ કિમી સુધી એક ટ્રેન દોડી હોવાની એક સપ્તાહ પહેલાંની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યાં નવી દિલ્હીમાં ડ્રાઇવર વગર એન્જીન ચાલતાં ફરી એકવાર રેલવેની લાપરવાહી સામે આવી હતી.

આનંદ વિહાર રેલવે સ્ટેશને પાટા પરથી ઉતરતાં પહેલાં ડ્રાઇવર વગરનું ડીઝલ એન્જીન ચાલ્યું હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. ઘટના આજની હતી જ્યારે ૨:૩૩ મિનિટે અચાનક જ ડ્રાઇવર વગરનું એક એન્જીન આનંદ વિહાર રેલવે સ્ટેશને ચાલવા માંડયું હતું.

ઉત્તર રેલવેના એક પ્રવકતાએ બચાવ કરતાં કહ્યું હતું કે હેંડ  બ્રેક નિષ્ફળ જતાં આવું બન્યું હશે.' એન્જીન આશરે ૪૦ મીટર ચાલ્યું હતું અને  પૂર્વ છેડે તેના ત્રણ  પાટા પરથી ઉતરી ગયું હતું.તમામ ગતિવિધીઓ સામાન્ય છે અને ટ્રેનની અવરજવર પણ સામાન્ય છે. ઘટના પછી ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તપાસ શરૃ કરાઇ હતી'એમ તેમણે કહ્યું હતું.

જ્યારે એન્જીન ઊભું હોય ત્યારે હેંડ બ્રેક મારેલું હોય છે.
' સેંકડો એન્જીનો દરરોજ બંધ કરવામાં આવે છે અને હેંડબ્રેક માર્યા પછી જ તેને પાર્ક કરવામાં આવે છે.જો હેંડ બ્રેક પૈડાઓને જકડી રાખે તો કોઇ જ અકસ્માત થતો નથી'એમ એક અધિકારીએ સમજાવ્યું હતું. છટ્ટી એપ્રિલે ઓડિશામાં બોલનગીર જિલ્લામાં અમદાવાદ-પુરી એક્સપ્રેસ ગાડી એન્જીન વગર દસ કિમી દોડી હતી.એ વખતે પણ સ્કીડ બ્રેક લગાવ્યો નહતો. એ ઘટના પછી રેલવેના સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

More Stories:-


Post Your Comment