અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે.જૈને છેડો ફાડ્યો, આપ્યુ રાજીનામું


અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે.જૈને છેડો ફાડ્યો, આપ્યુ રાજીનામું

- પરિવારની જવાબદારી અને અંગત કારણનો હવાલો આપી રાજીનામું આપ્યુ

- 1984ની બેચના IAS ઓફિસર રહેલા વી.કે. જૈન મુખ્યમંત્રી સલાહકારના પદ પર હતા


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018, મંગળવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા અને તેમના સલાહકાર વી.કે.જૈને પોતાના હોદ્દા પરથી રાજીનામું સોંપ્યુ છે.

તેમણે પરિવારની જવાબદારી અને અંગત કારણનો હવાલો આપી રાજીનામું આપવાની વાત કરી હતી. તેમણે મુખ્યમંત્રી કાર્યાલયને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને તેની એક કોપી એલ.જી. અનિલ બૈજલને પણ મોકલી છે.

વી.કે.જૈને 19-20 ફેબ્રુઆરીની અડધી રાતે દિલ્હી ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે થયેલી મારામારી મામલે પોલીસ પુછપરછની થોડાં દિવસો બાદ રાજીનામું સોંપ્યું હતું. પુછપરછમાં તેમણે પોલીસને આવી કોઇ ઘટના બની હોવાની ના પાડી હતી. જો કે આગલા દિવસે તેમને પોલીસને જણાવેયું હતું કે, ઘટનાવાળી રાત્રે તેમણે ચીફ સેક્રેટરી ઉપર હુમલો થતાં જોયો હતો અને આ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે તેના પર દબાવમાં આવીને બીજુ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હી પોલીસે આ મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોની ધરપકડ કરી હતી. જો કે, બાદમાં તેને જામીને આપવામાં આવી હતી. 1984ની બોચના IAS ઓફિસર રહેલા વી.કે. જૈનની મુખ્યમંત્રી સલાહકારના પદ પર સાત સપ્ટેમ્બરે નિમણૂંક થઇ હતી.

More Stories:-


Post Your Comment