BJP સાંસદ અને સાધુ સાક્ષી મહારાજે લખનૌમાં નાઇટ ક્લબનું ઉદ્ઘાટન કર્યુ


BJP સાંસદ અને સાધુ સાક્ષી મહારાજે લખનૌમાં નાઇટ ક્લબનું ઉદ્ઘાટન કર્યુ

- નાઇટ ક્લબનું ઉદ્દ્ઘાટન કરતા કાર્યકર્તાઓ નારાજ થયા, જનતાની ઉપેક્ષાનો ભોગ બન્યા

- સોશિયલ મીડિયામાં લોકોએ સાક્ષી મહારાજને ટ્રોલ કર્યા


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018, સોમવાર 
 
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહરાજ એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. રવિવારે સાક્ષી મહારાજ લખનઉમાં એક નાઇટ ક્લબનું ઉદ્દ્ઘાટન કરવા માટે પહોંચી ગયા છે. આ દરમિયાન તેમને ભાજપના કાર્યકર્તાઓના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. 
 
ઉન્નાવ ગેંગરેપ બાદ ભાજપ સરકારની ઘણી નિંદા થઇ રહી છે. સાક્ષી મહારાજ પોતે ઉન્નાવથી જ ભાજપના સાંસદ છે. લખનઉના અલીગંજમાં ખોલવામાં આવેલ નાઇટ ક્લબ અને બારનો ભગવા વસ્ત્રોમાં ઉદ્દ્ઘાટન કરવા પહોંચ્યા સાક્ષી મહારાજનો વિરોધ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ જ કર્યો હતો. 
 
ત્યારે વિપક્ષ પણ સાક્ષી મહારાજ પર ટિપ્પણી કરવાથી પાછળ નથી રહ્યું. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનીલ કુમાર સાજને સાક્ષી મહારાજની મજા લેતા ટ્વિટ કર્યુ છે કે - પોતાના સ્તરહીન નિવેદનોને લીધે ચર્ચામાં રહેતા ભાજપના લોકપ્રિય સાક્ષી મહારાજને 'હુક્કાબાર અને નાઇટક્લબ' જેવા અય્યાશીના અડ્ડાઓનું ઉદ્દ્ઘાટન કરવામાં કોઇ વાંધો નથી! પૂજ્ય સંતોના નામ કલંકિત કરનાર ઢોંગી રામરાજ્યમાં ભોગીનું જીવન જીવે છે અને વાત હિંદુત્વની કરે છે. 
સોશિયલ મીડિયામાં પણ આ સાક્ષી મહારાજ દ્વારા નાઇટ ક્લબ અને બારનું ઉદ્દ્ઘાટન કરવાને લઇને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. લોકો ટ્વિટ કરી રહ્યા છે કે ભાજપ સાંસદે એ ક્લબનું ઉદ્દ્ઘાટન કરીને આ સારું જ કર્યુ છે, હવે અહીં આરએસએસના પરેશાન અને સંસ્કારી કાર્યકર્તાઓ આવીને ખુદને થોડીકવાર માટે રાહત આપી શકે છે. 
 
આ મામલામાં પોતાની ફજેતી થતાં જોઇને સાક્ષી મહારાજે પોતાના બચાવપક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે જ્યારે તેમને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે પણ નારાજગી વ્યક્ત કરી અને તેમને નાઇટ ક્લબનું લાયસન્સ પણ આપવા માટે કહ્યું. સાક્ષી મહારાજે કહ્યુ કે તેઓ માત્ર સાંસદ જ નહીં, પરંતુ એક સાધુ પણ છે. સાધુ આ પ્રકારની વસ્તુઓથી એમ પણ દૂર રહે છે. 

More Stories:-


Post Your Comment