પાક તરફી સૂત્રોચ્ચાર કરનારા NCના સભ્યને હટાવો : ભાજપનો વોકઆઉટ


પાક તરફી સૂત્રોચ્ચાર કરનારા NCના સભ્યને હટાવો : ભાજપનો વોકઆઉટ

- કાશ્મીર વિધાન પરિષદમાં પાક. સૂત્રોચ્ચારનો મુદ્દો સળગ્યો

- નેશનલ કોન્ફરન્સ વલણ સ્પષ્ટ કરે, સદસ્ય સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરો : ભાજપ


(પીટીઆઈ) જમ્મુ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

જમ્મુ- કાશ્મીરની વિધાન પરિષદમાં ભાજપના સદસ્યોએ વિરોધ વ્યકત કરીને નેશનલ કોન્ફરન્સના સદસ્ય મહમ્મદ અકબર લોનને ગૃહમાંથી હટાવવા અને તેની સામે ગૃહમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા માટે કેસ દાખલ કરવા માંગ કરી હતી. મોડેથી ભાજપના સદસ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

ભાજપના સદસ્ય સુરિન્દર અંબરદાર અને વિક્રમ રંધાવાએ કહ્યું હતું કે આ કોઈ નાનો મુદ્દો નથી, તેમણે નેશનલ કોન્ફરન્સ પાંસે માફી માંગતા નિવેદનની પણ માંગ કરી હતી. તેમણે મહમ્મદ અકબર લોન આ મુદ્દે માફી માંગે તેવી પણ માંગણી કરી હતી. તે સમયે તે સદસ્ય ગૃહમાં હાજર હતા અને શાંતિથી બેઠા હતા. જ્યારે ભાજપના સદસ્યો સુરિન્દર અંબરદાર અને વિક્રમ રંધવાએ ભાજપ સાથે ગૃહમાં વિરોધ કર્યો હતો.

ભાજપના સદસ્યોએ સવાલ કર્યો હતો કે લોને ભારતના સંવિધાનને નામે સોગંદ લઈને ગૃહમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યો હતો. ભાજપના સભ્યોએ લોન ગૃહની માફી માંગે અને તેમની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અને ગૃહમાંથી તેમને રાષ્ટ્રદ્રોહના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

જ્યારે વિધાનપરિષદના અધ્યક્ષ અયાનુર અલીએ કહ્યું હતું કે તેઓ નીચલાગૃહ વિધાનસભાના સદસ્ય છે. અમે તેમની સામે કોઈ પગલાં લઈ શકીએ નહીં. તેમણે નેશનલ કોન્ફરન્સ તરફથી પણ સ્પષ્ટતા માંગી હતી.

More Stories:-


Post Your Comment