કર્ણાટકઃ સરકાર બનાવવા ભાજપે ટાર્ગેટ કર્યા છે કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો


કર્ણાટકઃ સરકાર બનાવવા ભાજપે ટાર્ગેટ કર્યા છે કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો

- લિંગાયત ધારાસભ્યોને પોતાના પક્ષે ખેંચવા ભાજપે અપનાવી આવી વ્યૂહરચના....


બેંગ્લોર, તા.16.મે 2018 બુધવાર

કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપે જે વ્યૂહરચના અપનાવી છે તેની વિગતો પણ સામે આવી રહી છે.

ભાજપને બહુમતી માટે 8 ધારાસભ્યોની જરૃર છે અને આ માટે ભાજપે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા લિંગાયત સમુદાયના ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા છે.

ભાજપના હાલના મુખ્યમંત્રી પદના દાવેદાર યેદિયુરપ્પા પોતે લિંગાયત સમુદાયમાંથી આવે છે.લિંગાયત સમુદાયનુ કર્ણાટકમાં ખાસુ એવુ વર્ચસ્વ છે.

ચૂંટણીમાં આ સમુદાયને લોભાવવા માટે કોંગ્રેસે લઘુમતિનો દરજ્જો આપવાનુ વચન આપ્યુ હતુ.જોકે એ પછી પણ આ સમુદાય ભાજપની સાથે રહ્યો હોવાનુ મનાય છે ત્યારે ભાજપે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા લિંગાયત ધારાસભ્યોને રીઝવવા માટે લિંગાયત મઠોનો આશરો લીધો છે.

લિંગાયત ધારાસભ્યોને મનાવવા માટે ભાજપે લિંગાયત સમુદાયના વિવિધ ધાર્મિક મઠોના આચાર્યોનો સંપર્ક સાધ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યો સંપર્ક હોવાનો ભાજપ દાવો કરી જ રહ્યુ છે ત્યારે ભાજપની વ્યૂહરચના કેટલી સફળતા થાય છે તે આગામી કલાકોમાં ખબર પડશે.

More Stories:-


Post Your Comment