રમઝાનમાં શસ્ત્રવિરામ: મોદી સરકારની રમઝાન દરમિયાન ઘાટીમાં સશરતી શસ્ત્રવિરામને મંજૂરી


રમઝાનમાં શસ્ત્રવિરામ: મોદી સરકારની રમઝાન દરમિયાન ઘાટીમાં સશરતી શસ્ત્રવિરામને મંજૂરી

- સુરક્ષા દળોને આ સમય દરમિયાન કોઇ નવું ઓપરેશન હાથ નહી ધરવાં નિર્દેશ


નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રા અને રમઝાન દરમિયાન ઘાટીમાં એક તરફી સીઝ ફાયરની અપીલને કેન્દ્ર સરકાર સશરતી મંજૂરી આપી છે.

મહેબૂબા મુફ્તી દ્વારા રમઝાન દરમિયાન સીઝફાયરની અપીલ પર કેન્દ્ર સરકારે સુરક્ષાદળોને કોઇ પણ પ્રકારનું નવું ઓપરેશન શરૂ નહી કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે કેન્દ્રએ કોઇ આતંકી હુમલાની સ્થિતીમાં સુરક્ષાદળોને આતંર વિરુદ્ધ કાર્યવાહી કરવાની છૂટ આપી છે.

ગૃહમંત્રાલયે આ બાબતની જાણકારી ટ્વીટર દ્વારા આપતા જણાવ્યું કે, મુસ્લીમ સમાજના લોકોને રમઝાન મહિનામાં સહયોગ આપવા, સરકારે ઘાટીમાં સુરક્ષા દળોને રમઝાન દરમિયાન કોઇ નવું ઓપરેશન શરૂ નહી કરવાનો નિર્દેશ કર્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પોતે પણ આ સંબંધે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જાણકારી આપી છે.

ઉલ્લેખનિય છે કે, થોડાં દિવસો અગાઉ મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રા અને રમઝાન દરમિયાન શસ્ત્ર વિરામની માંગ કરી હતી.

More Stories:-


Post Your Comment