છત્તીસગઢ: શિક્ષણ વિભાગે રજૂ કરી નોટીસ, PM મોદીની 'મન કી બાત' સાંભળવી ફરજિયાત


છત્તીસગઢ: શિક્ષણ વિભાગે રજૂ કરી નોટીસ, PM મોદીની 'મન કી બાત' સાંભળવી ફરજિયાત

- વડાપ્રધાન 16 ફેબ્રુઆરીએ સવારે 11થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે

- વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ કેવી રીતે ઓછો થાય તે વિશે વાત કરશે


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2018 બુધવાર

છત્તીસગઢ રાજ્યની શાળામાં વડાપ્રધાનની 'મન કી બાત' ને સાંભળવી ફરજિયાત કરી દેવાઈ છે. જોકે વડાપ્રધાન 16 ફેબ્રુઆરીએ સવારે 11થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

આ સંબોધનમાં વડાપ્રધાન જણાવશે કે બાળકો પરીક્ષાનો તણાવ કેવી રીતે ઓછો કરે. જેથી આ સંબોધન દરેક બાળકોને સાંભળવાનું ફરજિયાત કરાયુ છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક નોટીસ રજૂ કરીને આ વાતની જાણકારી આપી છે.

રાજ્ય શિક્ષા વિભાગ દ્વારા રજૂ કરાયેલ નોટીસમાં કહેવામાં આવ્યુ છે કે ધોરણ છઠ્ઠાથી બારમાં સુધીના વિદ્યાર્થીઓને આકાશવાણી અને દૂરદર્શન પર 16 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે આવનાર સંદેશ સંભળાવવામાં આવશે. તેમની સાથે શિક્ષકો, શાળા વહીવટીતંત્ર સમિતિ અને બીએડ, ડીએડના વિદ્યાર્થીઓએ પણ આ સંદેશ સાંભળવો પડશે.

વિભાગે આ વિશે દરેક જિલ્લાના અધિકારીઓને પત્ર લખીને આ બાબતનો ખ્યાલ રાખવાનો પણ આદેશ રજૂ કર્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને મન કી બાત સંભળાવવાની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

તારીખ 16 ફેબ્રુઆરી 2018એ સવારે 11થી 12 વાગે જિલ્લામાં સંચાલિત સમસ્ત માધ્યમિક શાળાઓ અને હાયર સેકેન્ડરી સ્કુલોના ધોરણ 6થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારીના સંદર્ભમાં માનનીય વડાપ્રધાન મહોદય દ્વારા બાળકોમાં પરીક્ષાનો તણાવને ઓછો કરવાના સંદર્ભમાં સીધુ ઈન્ટરનેટ, ટીવી, રેડિયોના માધ્યમથી લાઈવ પ્રસારણ સાંભળી શકાશે. જેમાં આ પ્રસારણને સાંભળવા માટે જરૂરી તૈયારીઓ કરવા જણાવ્યુ છે.

More Stories:-


Post Your Comment