યુપીની જેલોમાં મળી રહી છે એઈડ્સની સજા? ભયજનક રીતે HIV પોઝીટીવ કેદીઓની સંખ્યામાં વધારો


યુપીની જેલોમાં મળી રહી છે એઈડ્સની સજા? ભયજનક રીતે HIV પોઝીટીવ કેદીઓની સંખ્યામાં વધારો

- જેલમાં બ્લડ ચેકઅપ શિબિર રાખવામાં આવી હતી જેમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી

- ગત વર્ષે 49 કેદીઓ HIV પોઝીટીવ મળ્યા હતા


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018 મંગળવાર

યુપીની જેલમાં HIV ગ્રસ્ત કેદીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

ડાસના, મેરઠ અને ગોરખપુર જેલ બાદ હવે મુઝફ્ફરનગરની જેલમાં પણ 6 કેદી HIV પોઝીટીવ મળ્યા છે. જે બાદ સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. જેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. તે કેદીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

જેલ અધિકારી એ.કે. સક્સેનાએ જણાવ્યુ કે ગત દિવસોમાં જેલમાં બ્લડ ચેકઅપ શિબિર રાખવામાં આવી હતી. જેમાં દરેક કેદીઓ અને બંધકોના બ્લડની તપાસ કરવામાં આવી હતી. જેમાં 6 કેદીઓમાં HIV પોઝિટિવ મળ્યા છે. જે બાદ તેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

સતત આ પ્રકારના સમાચારોથી ગોરખપુર, મેરઠ સહિત પ્રદેશની અડધો ડઝન જેલોના કેદીમાં અત્યારે ડર પેદા થયો છે. કેમ કે એઈડ્સનું જોખમ તેમના ઉપર મોત બનીને ફરી રહ્યુ છે.

અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ડાસના જેલના 27 કેદીઓ HIV વાઈરસ ગ્રસ્ત મળ્યા છે. ડૉક્ટરોએ દરેક 5000 કેદીઓ માટે HIV પરીક્ષણનો આદેશ આપ્યો છે. ગત વર્ષે 49 કેદીઓને HIV પોઝીટીવ મળ્યા હતા.

ગાઝિયાબાદના મુખ્ય ડૉક્ટર અધિકારી એન.કે.ગુપ્તાએ જણાવ્યુ કે રોગીઓને નિયમિત તપાસ અને દવાઓ મળે છે. તે દરેક 27 કેદીઓને નિયમિત તપાસ અને નિષ્ણાંતો અને નિ:શુલ્ક દવાઓ મળે છે. અમે HIVના લક્ષણો માટે સમય-સમય પર અન્ય કેદીઓની તપાસ પણ કરીએ છીએ.

More Stories:-


Post Your Comment