મુખ્ય સચિવ સાથે મારામારીના કેસમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે


મુખ્ય સચિવ સાથે મારામારીના કેસમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે

- 18મી મે ના રોજ દિલ્હી પોલીસ મુખ્યમંત્રી કેજરીવાલની પૂછપરછ કરશે


નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

દિલ્હીના મુખ્યસચિવ અંશુ પ્રકાશ સાથે મારામારીના મામલે દિલ્હી પોલીસની તપાસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે.

હવે દિલ્હી પોલીસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 18મી મે ના રોજ પુછપરછ કરશે.

દિલ્હી પોલીસે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રીને કાયદાકિય નોટિસ પાઠવી છે. આ પહેલાં પોલીસ કેજરીવાલના PSO, ઓપરેટર અને ડ્રાઇવરની પુછપરછ કરી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલની પુછપરછ માટે પોલીસ CCTV ફુટેજ અને ફોરેન્સીક તપાસના રિપોર્ટની રાહ જોતી હતી.

આ ઉપરાંત દિલ્હી પોલીસ બેઠકમાં સામેલ આમ આદમી પાર્ટીના 11 ધારાસભ્યોની પુછપરછ કરી ચૂકી છે. જેમાંથી બે ધારાસભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

More Stories:-


Post Your Comment