દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલ્ટો, ઘણાં વિસ્તારોમાં વિજળી ગૂલ


દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલ્ટો, ઘણાં વિસ્તારોમાં વિજળી ગૂલ

- અરબ સાગરમાં વાવાઝોડાનાં પગલે ગુજરાતના બંદરોમાં સિગ્નલ લગાવવામાં આવ્યા


નવી દિલ્હી, તા. 17 મે 2018, ગુરુવાર

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના વાતાવરમમાં ફરીથી પલ્ટો આવ્યો છે. દિલ્હી અને હરિયાણાના ઘણાં વિસ્તારોમાં ધૂળ ભરી આંધી આવી છે અને ઘણાં વિસ્તારોમાં વિજળી ગૂલ થઇ છે. હવામાન વિભાગ પ્રમાણે આજે તેજ પવન સાથે વરસાદ થઇ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મૂજબ ઉત્તરીય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ચક્રાવાતી પ્રવાહ બની રહ્યાં છે જેના કારણે ધૂળ ભરેલી આંધી અને ભારે વરસાદની આશંકા સેવાય રહી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરીયો નહી ખેડવા જવાની સુચના આપવામાં આવી છે.

તેમજ હવામાન વિભાગની જાણકારી પ્રમાણે, અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતના બંદરોમાં સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

More Stories:-


Post Your Comment