મોસ્ટ વોન્ટેડ આતંકી આરિઝ જુનૈદ ઝડપાયો: બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદથી ફરાર હતો


મોસ્ટ વોન્ટેડ આતંકી આરિઝ જુનૈદ ઝડપાયો: બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદથી ફરાર હતો

- દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા આતંકીને ઝડપવામાં આવ્યો

- ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની આરીફ જૂનૈદ છેલ્લા 10 વર્ષથી ફરાર હતો


નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી 2018, બુધવાર

દિલ્હી પોલીસે મોસ્ટ વોન્ટેડ આતંકીને ઝડપી લીધો છે. દિલ્હી પોલીસની સ્પેશિય સેલ દ્વારા આતંકી આરિઝ જુનૈદને ઝડપી લીધો છે.આ આતંકી પર ઉત્તરપ્રદેશ, બિહાર, અમદાવાદ, જયપુર સહિતના બોમ્બ ધડાકામાં સંડોવણી હોવાનો આરોપ છે.

આરિઝ જૂનૈદ છેલ્લા 10 વર્ષથી ફરાર છે. બાટલા હાઉસ એન્કાઉન્ટ બાદથી તે ફરાર હતો. જેના પર પોલીસે 15 લાખના ઇનામની જાહેરાત કરી છે.

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં રહેતો આરિઝ જૂનૈદ ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી છે. તે 10 વર્ષથી ફરાર હતો. જેને દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરિઝ જુનૈદ અન્ય ગુનાહિત પ્રવૃતીઓ સાથે પણ સંકળાયેલો હોવાની માહિતી મળી છે ત્યારે આ અંગે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ મામલે વધું જાણકારી આપવામાં આવશે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

More Stories:-


Post Your Comment