અલ્લાહાબાદમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શનોથી તંગદિલી


અલ્લાહાબાદમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શનોથી તંગદિલી

- એલએલબીના વિદ્યાર્થીને માર મારીને મૃત્યુ નિપજાવ્યું

- હત્યાનો મુખ્ય આરોપી ફરાર : પ્રદર્શનકારીઓએ રેલી યોજી, તોડફોડ કરી અને બસ સળગાવી


અલ્લાહાબાદ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

અલ્લાહાબાદના એક રેસ્ટોરન્ટમાં એલએલબીના વિદ્યાર્થી દિલીપકુમાર સરોજને કેટલાક લોકોએ ખૂબ જ માર માર્યા બાદ હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું. આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો હતો અને વિરોધ પ્રદર્શનો થયા હતા.

હત્યાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શનો થતાં શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. લોકોના ટોળાએ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના ઘરને ઘેરાવ કર્યો હતો અને એક બસમાં આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી. પોલીસનો કાફલો વિરોધ પ્રદર્શનો અટકાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

દરમિયાન પોલીસે આ ઘટનામાં સામેલ લકઝરી બસ કબજે કરી હતી અને તેના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી વિજયશંકર સિંહ ફરાર હતો.

અલ્લાહાબાદ યુનિવર્સિટી અને એસએસપી ઓફિસ નજીક પણ લોકોના ટોળા એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકોએ મૃતકના સગાઓને વળતર અને ગુનેગારોને પકડવાની માગણી કરી હતી. વિરોધ પ્રદર્શનમાં વકીલો અને વેપારીઓ પણ જોડાયા હતા.

More Stories:-


Post Your Comment