કોંગ્રેસ-JDSના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપ્યા


કોંગ્રેસ-JDSના નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપ્યા

- રાજ્યપાલે અમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ બંધારણ મુજબ નિર્ણય કરશે: કુમારસ્વામી


નવી દિલ્હી, તા. 16 મે 2018, બુધવાર

JDS અને કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી તેમને ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપ્યા છે. JDSના કુમારસ્વામી અને કોંગ્રેસના પરમેશ્વરે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે.

મુલાકાત પછી કુમારસ્વામીએ કહ્યું છે કે, અમે જરૂરી ડોક્યુમેન્ટ રાજ્યપાલને સોંપ્યાં છે. આ દસ્તાવેજ બતાવે છે કે અમારી પાસે સરકાર બનાવવા માટેનું પર્યાપ્ત સમર્થન છે. તેમજ તેમણે જણાવ્યું કે, રાજ્યપાલે અમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ બંધારણ મુજબ નિર્ણય કરશે.

More Stories:-


Post Your Comment