મોદીને નોટબંધીનો આઇડિયા RBI નહીં RSSએ આપ્યો હતો: રાહુલ ગાંધી


મોદીને નોટબંધીનો આઇડિયા RBI નહીં RSSએ આપ્યો હતો: રાહુલ ગાંધી

- કર્નાટક પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓને વખોડી

- ભારતીય સૈનિકોના અપમાન બદલ મોહન ભાગવતે દેશની માફી માંગવી જોઇએ


બેંગલુરુ, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

કર્નાટકમાં યોજાનારી ચૂંટણીને લઇને રાજ્યના પ્રવાસ પર આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાનને આડે હાથ લીધા હતા. ચાર દિવસીય પ્રવાસ પર આવેલા રાહુલ ગાંધીએ મન મુકીને જાહેર સભામાં કેન્દ્ર સરકારની નીતિઓને વખોડી કાઢી હતી.

સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. નોટબંધી પર તેમણે કહ્યું,‘આ વિચાર RBI, નાણામંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઇ અધિકારીનો નથી. RSSએ વડાપ્રધાનને આ આઇડિયા સુચવ્યો અને મોદીએ તેના પર કામ કર્યું.’

તેમણે કહ્યું,‘બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરી રહી છે અને આરએસએસ પોતાના લોકોને દરેક સંસ્થાઓમાં ગોઠવવાના ફિરાકમાં છે. મોહન ભાગવત જીનું નિવેદન તમે સાંભળ્યું હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. તેમણે પોતાના નિવેદન માટે દેશની માફી માંગવી જોઇએ.’

More Stories:-


Post Your Comment