પાકિસ્તાને ભારતીય શીખ જાત્રાળુઓને એમ્બેસીના અધિકારીઓને મળવા ન દીધા


પાકિસ્તાને ભારતીય શીખ જાત્રાળુઓને એમ્બેસીના અધિકારીઓને મળવા ન દીધા

- વૈશાખી ઉજવણી કરવા પાકિસ્તાન પહોંચ્યા 1700 શીખ


નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2018, રવિવાર

બૈશાખીના અવસર પર પાકિસ્તાન પહોંચેલા ભારતીય શીખ યાત્રીકો સાથે પાકિસ્તાને ફરી પોતાનો અસલી ચહેરો દેખાડ્યો હતો. પાકિસ્તાને ભારતીય શીખ યાત્રીકોને ત્યાંની એમ્બેસીના અધિકારીઓને મળવા નહોતા દીધાં.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, ભારતના લગભગ 1700 શીખ યાત્રીકો પાકિસ્તાનની યાત્રા પર ગયા છે. આ દરમિયાન યાત્રીકોને ત્યાંના રાજનાયકો અને કાઉન્સિલરની ટીમોને મળવા નથી દીધાં.

પાકિસ્તાનના આ વલણ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પાકિસ્તાનની આ હરકતનો ભારત વિરોધ કરે છે અને વિદેશ મંત્રાલય પ્રમાણે આ ઘટના બંન્ને દેશોના સંબંધોમાં ખરાબ અસર પાડી શકે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે કે ભારતીય રાજનાયકોને ભારતથી આવનારા શીખ તીર્થયાત્રિકોના તીર્થ સ્થળ પર જવા અને તેની સાથે સંપર્ક કરવાની છૂટ હોય છે. કાઉન્સિલર અને પ્રોટોકોલ સાથે જોડાયેલી જવાબદારી નિભાવવા માટે ભારતીય દૂતાવાસના અધિકારીઓને આ છૂટ આપવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય મેડિકલ ઇમર્જન્સી અથવા વિદેશમાં આવી કોઇ અન્ય મુશ્કેલીની સ્થિતીમાં એક-બીજાને મદદ કરવાનો છે.

પરંતુ 14 એપ્રિલના રોજ ભારતીય યાત્રિકો સાથે પાકિસ્તાનમાં રહેતા ભારતીય રાજનાયકો અને એમ્બેસીના અધિકારીઓ સાથે મીટિંગ નક્કી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને આ મીટિંગ થવા દીધી નહી.

More Stories:-


Post Your Comment