ઑલ આઉટ પાર્ટ 2: સેનાની હિટ લિસ્ટમાં છે આ 21 આતંકવાદીઓ


ઑલ આઉટ પાર્ટ 2: સેનાની હિટ લિસ્ટમાં છે આ 21 આતંકવાદીઓ

- રમજાન મહિનામાં છૂટ આપ્યા બાદ સૈનાના જવાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર

- જવાનો આતંકવાદીઓની હીટ લિસ્ટ મુજબ એક એકને પકડીને તેમનો સફાયો કરશે


નવી દિલ્હી, તા. 23 જૂન 2018, શનિવાર

કાશ્મીરમાં આતંકવાદનો કાઉન્ટડાઉન એકવાર ફરીથી શરૂ થઇ ચુક્યો છે.

રમઝાનના એક મહિનાની રાહતમાં આતંકવાદીઓને જે વાત સમજમાં નથી આવી તે ઇદ બાદ હવે એક જ અઠવાડિયામાં સમજ આવી ગઇ છે. સેનાએ ફરીથી ઑપરેશન ઑલઆઉટ શરૂ કરી દીધું છે.

ઓલઆઉટ પાર્ટ ટૂમાં હવે સુરક્ષાદળ જે પ્રકારે એક એક કરીને આતંકવાદીઓને ઠેકાણે લગાડી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે કાશ્મીરમાં બંદૂક ઉઠાવનાર પર હવે ગોળીથી જ વાત થશે.

વાત કરવાનો સમય ખત્મ થઇ ચુક્યો છે. ઇદથી ઠીક બે દિવસ પહેલા આતંકવાદીઓએ સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી હતી. આ બધા જ ગુન્હાઓની કિંમત ચુકાવવાનો સમય હવે શરૂ થઇ ગયો છે.

450 આતંકવાદી અમરનાથ યાત્રાના રસ્તામાં અડચણ નાંખવા માટે બૉર્ડર પાર પાકિસ્તાનમાં તૈયાર બેઠા છે. જો કે કાશ્મીરના ખીણ પ્રદેશમાં હાજર 205 આતંકવાદી સુરક્ષાદળો માટે સૌથી મોટો દુખાવો છે.

આ જ કારણ છે કે રમઝાનમાં એક મહિનાની શાંતિ બાદ સેનાએ યાદી તૈયાર કરીને એક એક આતંકવાદીને મારી નાંખવાનું મિશન શરૂ કરી દીધું છે.

શુક્રવારે દક્ષિણ કાશ્મીરના નૌશેરા ગામમાં ઇસ્લામિક સ્ટેટ ઑફ જમ્મૂ-કાશ્મીરના પ્રમુખ દાઉદ અહમદ સલાફી ઉર્ફ બુરહાન અને ત્રણ અન્ય આતંકવાદીઓ માર્યા ગયા બાદ 21 ટૉપ આતંકવાદી સુરક્ષાદળની હિટલિસ્ટમાં આવી ગયા. જાણો, કોણ કોણ આતંકવાદી છે સુરક્ષાદળની હિટલિસ્ટમાં...

સુરક્ષાદળની હિટલિસ્ટમાં હિઝ્બુલ મુજાહિદ્દીનના 11, લશ્કર-એ-તૈયબાના સાત અને જૈશ-એ-મહોમ્મદના બે, આઇએસની ભારતીય શાખા અંસાર ગજવાતુલ હિન્દના એક આતંકવાદી સામેલ છે. સેનાને a++ શ્રેણીના આતંકવાદીઓને ખાસકરીને નિશાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

સુરક્ષાદળોની યાદીમાં સામેલ મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓમાં સૌથી વધારે 11 હિજબુલ મુઝાહિદ્દીનના છે. તેમાં મોહમ્મદ અશરફ ખાન ઉર્ફ અશરફ મૌલવી મૂલત અનંતનાગના નિવાસી છે તથા સપ્ટેમ્બર 2016માં હિજબુલમાં ભર્તી થયો હતો. તે એ-પ્લસ શ્રેણીનો આતંકવાદી છે.

અલ્તાફ મોહમ્મદ ડાર ઉર્ફ અલતાફ કાચરૂ કુલગામ નિવાસી છે અને એ ડબલ પ્લસની શ્રેણીનો આતંકવાદી છે. તેઓ વર્ષ 2006થી સક્રિય છે તથા દક્ષિણ કાશ્મીરમાં હિજબુલનો ડિવિઝન કમાન્ડર પણ છે.

હિજબુલ મુજાહિદ્દીનની યાદીમાં આતંકવાદી મનન વાણી પણ છે જે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય (એએમયૂ)ના શોધકર્તા રહી ચુક્યા છે.

કુપવાડા નિવાસી મનન આ વર્ષે જાન્યુઆરીમાં આતંકવાદી સંગઠનમાં ભર્તી થયો હતો તથા તેઓ બી શ્રેણીનો આતંકવાદી છે.

હિજબુલ મુજાહિદ્દીનનો જુનૈદ અશરફ સેહરાઇ બી શ્રેણીનો આતંકવાદી છે અને તેઓ તહરીક એ હુર્રિયતના ચેરમેનનો દિકરો છે. આ વર્ષે માર્ચમાં તેઓ આતંકવાદીઓ બન્યા હતા.

કુલગામના આતંકવાદી મોહમ્મ્દ અબ્બાસ શેખ, એ પ્લસ આતંકવાદી છે અને વર્ષ 2015માં ભર્તી થયો હતો.

હિજબુલ મુજાહિદ્દીનનો ઉમર માજિદ ગનાઇ એ ડબલ પ્લસ શ્રેણીનો આતંકવાદી છે.

હિજબુલ મુજાહિદ્દીનનો સૈફુલ્લા મીર એ શ્રીણનો આતંકવાદી છે.

હિજબુલ મુજાહિદ્દીનનો જીનત ઉલ ઇસ્લામ એ ડબલ પ્લસ શ્રેણીનો આતંકવાદી છે.

હિજબુલ મુજાહિદ્દીનનો રિયાઝ અહેમદ નાયકૂ પણ એ ડબલ પ્લસ શ્રેણીનો આતંકવાદી છે.

હિજબુલ મુજાહિદ્દીનનો એ શ્રેણીનો આતંકવાદી લતીફ અહેમદ ડાર ઉર્ફ હારુન પણ યાદીમાં સામેલ છે.

હિજબુલ મુજાહિદ્દીનનો એ શ્રીણીનો આતંકવાદી ઉમર ફૈયાઝ લોન પણ સામેલ છે.

યાદીમાં લશ્કર-એ-તૈયબાના કુલ સાત આતંકવાદી સામેલ છે. તેમાં અબુ મુસ્લિમ પાકિસ્તાનથી આવેલો આતંકવાદી છે, તેને એ પ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. વર્ષ 2017થી તેઓ ખીણ પ્રદેશમાં સક્રિય છે. લશ્કરનો રિયાઝ અહમદ ડાર એ શ્રેણીનો આતંકવાદી છે.

લશ્કરનો શકૂર અહેમદ ડાર એ પ્લસ શ્રેણીનો આતંકવાદી છે. પાકિસ્તાનનો આતંકવાદી અબુ જરગામ ઉર્ફ મોહમ્મદ ભાઇ પણ છે, જે વર્ષ 2015થી સક્રિય છે તથા એ પ્લસ શ્રેણીનો આતંકવાદી છે.

પાકિસ્તાન આતંકવાદી મોહમ્મદ નાવેદ જદ છે જે વર્ષ 2012થી સક્રિય છે, તે કાશ્મીરના પુલવામાનો પ્રમુખ છે.

લશ્કરના અન્ય આતંકવાદીઓમાં આઝાદ અહેમદ મલિક ઉર્ફ દાદા એ શ્રેણીનો આતંકવાદી છે.

લશ્કરના શોપિયાં નિવાસી મુસ્તાક અહમદ મીર આતંકવાદી પણ યાદીમાં છે.

એક અન્ય આતંકવાદી અંસાર ગજાવત ઉલ હિન્દ (એજીએચ)નો છે જેનું નામ ઝાકિર રાશિદ ભટ ઉર્ફ ઝાકિર મૂસા છે, તે A++ની શ્રેણીમાં આવે છે. આ આતંકવાદી વર્ષ 2013થી સક્રિય છે.

આ એજીએચનો કમાન્ડર પણ છે. જે જમ્મૂ-કાશ્મીરના પથ્થરબાજોમાં ઘણો પૉપ્યુલર છે.
ઝાકિર મૂસા ઘણો પહેલાથી પોતાનો વીડિયો અને સેનાને આપવામાં આવેલી ધમકીઓને કારણે ચર્ચામાં છે, પરંતુ સમીર ટાઇગરના એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ વચ્ચે આ પોતાની જાતને બધાનો આકા સમજવા લાગ્યો.

મોસ્ટ વૉન્ટેડની યાદીમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી સામેલ છે, તેમાં ઝાહિદ અહમદ વાણી વાણુ પુલવામાના નિવાસી છે.

જૈશનો બીજો આતંકવાદી મુદાસિર અવન્તીપુરનો નિવાસી છે. બંને છેલ્લા એક વર્ષથી સક્રિય છે.

આ ઉપરાંત ઝહૂર અહમદ ઠોકર સેનાની હિટલિસ્ટમાં સામેલ છે. ઇદ પહેલા રાઇફલમેન ઔરંગઝેબની હત્યાનું કાવતરું ઘડનાર બીજું કોઇ નહીં પરંતુ ઝહૂર અહમદ ઠોકર જ છે.

ઝહૂર અહમદ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. દહશદગર્દીના રસ્તે જતા પહેલા તે ટેરિટોરિયલ આર્મીમાં હતો પરંતુ વર્ષ 2017ના અંતમાં હિજબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થઇ ગયો.

રમઝાનમાં રાહત શું મળી ગઇ તેમણે તો સેના પર જ હુમલો કરવાની હિંમત કરી દીધી. ઔરંગઝેબની બદલાની આગમાં ભારતીય સેના મોત બનીને તેનો પીછો કરી રહી છે..

દાનિશ ખાલિક પણ હિટ લિસ્ટમાં સામેલ છે. સુરક્ષા દળની માહિતી અનુસાર બુરહાન વાનીના માર્યા ગયા બાદથી જ દાનિશ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા અને વર્ષ 2017માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયા.

હિટલિસ્ટમાં સામેલ આતંકવાદી

લિયાકત હિઝબી પુલવામાનો રહેવાસી છે અને સૂત્રો અનુસાર કાસિમ લશ્કરી સાથે તેના સારા સંપર્ક છે. લિયાકત ઘણીવાર કાસિમ સાથે જોવા મળ્યો હતો.

અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થનારી છે. એવામાં ખીણ પ્રદેશમાં મોટાપાયે સુરક્ષાદળને તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

More Stories:-


Post Your Comment