Video: શ્રીનગરના કરણનગરમાં છુપાયા છે ચાર આતંકવાદીઓ

- ગઈ કાલે CRPF કેમ્પ ઉપર હુમલો કરવાની કરી હતી કોશિશ

- એક જવાન શહીદ થયો હતો, આ ઓપરેશન હજુ ચાલુ છે


Video: શ્રીનગરના કરણનગરમાં છુપાયા છે ચાર આતંકવાદીઓ

શ્રીનગર, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

છેલ્લા 30 કલાકથી શ્રીનગરના કરણ નગરમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. ગઈ કાલે CRPF કેમ્પ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી જેમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા અને એક જવાન શહીદ થયો હતો. હજુ પણ ચારમાળની ઈમારતમાં ચાર જેટલા આતંકવાદીઓ છુપાયા છે અને સુરક્ષાદળોએ આ અંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

કરણ નગરમાં એક બિલ્ડિંગમાં ચાર આતંકી હજુ પણ છુપાયેલા છે. સુરક્ષાકર્મીઓએ બિલ્ડિંગમાં રહેનારા લોકોને બહાર સુરક્ષીત રીતે બહાર કાઢ્યા છે. સોમવારે રાત્રે સુરક્ષાકર્મીઓએ આતંકવાદીઓ પર ગોળીબાર અટકાવી દીધો હતો. અને આજે સવારે ફરીથી સેનાએ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

ઇમારતમાંથી થતા ફાયરિંગ બાદ સુરક્ષા એજન્સીઓએ આ ઇમારતમાં વિસ્ફોટ કર્યો છે. આ અગાઉ સોમવારે ચાલી રહેલા આતંકવાદીઓના ગોળીબારમાં સીઆરપીએફનો એખ જવાન શહીદ થયો હતો.

More Stories:-


Post Your Comment