પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર જાપાને વ્યક્ત કરી ચિંતા


પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર જાપાને વ્યક્ત કરી ચિંતા

જમીન સંપાદનના વિવાદો જલ્દી નહી ઉકેલાય તો નિયત ડેડલાઈનમાં પ્રોજેક્ટ પુરો નહી થાય


નવી દિલ્હી,તા.16.મે,બુધવાર
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે જોતા જાપાને પણ આ પ્રોજેક્ટ માટે ચિંતા વ્યક્ત કરી છે.

જાપાનના કોન્સ્યુલ જનરલનુ કહેવુ છે કે આ પ્રોજેક્ટ 2023માં પુરો કરવાનો છે.એ જોતા પ્રોજેક્ટ પુરો કરવા માટે પાંચ વર્ષ છે.આવામાં જો જમીન સંપાદનનો વિવાદ વહેલી તકે ઉકેલાય નહી તો આ પ્રોજેક્ટ નિયત સમયમર્યદામાં પુરો નહી થાય..

ઉલ્લેખનીય છે કે  જાપાનના સહયોગથી અમલમાં મુકાનારી મુંબઈ અમદાવાદ વચ્ચેની  બુલેટ ટ્રેન યોજના માટે જમીન સંપાદન કરવાની કામગીરી ખેડૂતોના વિરોધના કારણે દીન પ્રતિદીન મુશ્કેલ બની રહી છે.મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંને રાજ્યોના ખેડૂતોમાં આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે.કેટલાકે પોતાની જમીન આપવાનો પણ ઈનકાર કરી દીધો છે.

તાજેતરમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ખેડૂતોએ યોજના સામે કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યુ હતુ.ખેડૂતો જમીન સંપાદન  માટે મળી રહેલા વળતરથી ખુશ નથી.ઉપરાંત જમીનની માપણી કરવાની કામગીરી પણ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિ્ર્માણ સેનાએ અટકાવી દીધી હતી.

રાજ ઠાકરે આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના ખેડૂતોને જમીન નહી આપવા માટે અપીલ કરી ચુક્યા છે.કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પણ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવીને વડાપ્રધાનને પત્ર લખ્યો છેકે આ પ્રોજેક્ટના નામ પર ખેડૂતોના અધિકાર છીનવવ જઈએ નહી.

More Stories:-


Post Your Comment