કર્ણાટક: મુખ્યમંત્રી તરીકે શપથ લેશે યેદિયુરપ્પા, 15 દિવસ સુધીમાં બહુમતિ સાબિત કરવી પડશે


કર્ણાટક: મુખ્યમંત્રી તરીકે શપથ લેશે યેદિયુરપ્પા, 15 દિવસ સુધીમાં બહુમતિ સાબિત કરવી પડશે

- શપથગ્રહણમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ લેશે અન્ય કોઇ મંત્રી તેમની સાથે શપથ લેશે નહી


બેંગલુરુ, તા. 16 મે 2018, બુધવાર

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરીણામ બાદ સર્જાયેલા રાજકિય વંટોળ પર રાજ્યપાલ વજુભાઇ વાળાએ નિર્ણય કરી લીધો છે. રાજ્યપાલે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યું છે. જો કે, રાજભવન તરફથી શપથ ગ્રહણને લઇને હજૂ કોઇ સત્તાવાર જાણકારી નથી આપવામાં આવી.

રાજ્યપાલે 15 દિવસ સુધીમાં યેદિયુરપ્પાને  બહુમતિ સાબિત કરવાનો સમય આપ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, શપથગ્રહણમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ લેશે અન્ય કોઇ મંત્રી તેમની સાથે શપથ નહી લેશે. તેમજ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર નહી રહે.

ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળવાના સમાચાર મળતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા પી. ચિદંબરમ અને કપીલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યપાલના આ પગલાંને ખોટું બતાવીને કહ્યું કે, ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.

More Stories:-


Post Your Comment