કર્ણાટકનો હવાલો આપી ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે કોંગ્રેસ


કર્ણાટકનો હવાલો આપી ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે કોંગ્રેસ

- બિહારમાં તેજસ્વી યાદવ પણ સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવાનો દાવો કરશે

- ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા પાર્ટીના 16 MLA રાજભવન સુધી રેલી કરશે


બેંગલુરુ, તા. 17 મે 2018, ગુરુવાર

કર્ણાટકમાં ભાજપની સરકાર બનતા જ કોંગ્રેસ આક્રમક વલણમાં આવી છે. હવે આ મામલે નાટકીય વળાંક આવ્યો છે.

કોંગ્રેસે હવે ભાજપની રણનિતી પર કામ કરતાં ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. પાર્ટીના 16 ધારાસભ્યો શુક્રવારે રાજભવન સુધી રેલી કરશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ-2017માં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ ભાજપે તોડ-જોડ કરી પોતાની સરકાર બનાવી હતી.

હવે કર્ણાટકનો હવાલો આપીને કોંગ્રેસ ગોવામાં મોર્ચો ખોલવા જઇ રહી છે.

જ્યારે બિહારમાં RJD નેતા તેજસ્વી યાદવ પણ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો માંડશે. ઉલ્લેખનિય છે કે બિહારમાં RJD સૌથી વધુ સીટ ધરાવે છે.

More Stories:-


Post Your Comment