કર્ણાટકમાં સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના એક MLA ગાયબ


કર્ણાટકમાં સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના એક MLA ગાયબ

- પાર્ટીનું કહેવું છે કે, તેમને જલદીથી શોધી લેવામાં આવશે


બેંગલુરુ, તા. 16 મે 2018, બુધવાર

કર્ણાટકમાં સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના એક ધારાસભ્ય ગાયબ થયાં છે. જો કે પાર્ટીનું કહેવું છે કે, તેમનો આ ધારાસભ્ય સાથે સંપર્ક થઇ શકતો નથી. તેમને જલ્દીથી શોધી લેવામાં આવશે.

આ પહેલા પણ તેવા સમાચાર પ્રાપ્ત થયાં હતાં કે, પાર્ટીના 4 થી 6 ધારાસભ્યો ગાયબ છે. જેમને શોધવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપથી દૂર રાખવા માટે તેમને કોઇ રિસોર્ટમાં શિફ્ટ કરવાની વાત પણ સામે આવી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ટીડી રાજેગૌડાએ દાવો કર્યો છે કે, ભાજપના લોકો મને કોલ કરી રહ્યાં છે. પરંતું મને તેની ચિંતા નથી. મે તેને ફોન કરવાની મનાઇ કરી છે. હું કોંગ્રેસનો સમર્પિત કાર્યકર્તા છું.

More Stories:-


Post Your Comment