જો મને પ્રચારની મંજુરી આપી હોત તો કર્ણાટકમાં આવું પરીણામ ના હોત: સુબ્રમણ્યમ સ્વામી


જો મને પ્રચારની મંજુરી આપી હોત તો કર્ણાટકમાં આવું પરીણામ ના હોત: સુબ્રમણ્યમ સ્વામી

- પોતાના તીખા નિવેદનોથી ચર્ચામાં રહેતા સ્વામીએ ટ્વીટ કરી જણાવ્યું


3નવી દિલ્હી, તા. 17 મે 2018, ગુરુવાર

હંમેશા પોતાના તીખા નિવેદનોથી ચર્ચામાં રહેતા સુબ્રમણ્યમ સ્વામીએ કર્ણાટક ચૂંટણી પરીણામ પર ટીપ્પણી કરી છે.

તેમણે કહ્યું છે કે, જો પાર્ટી ચૂંટણી પ્રચારમાં મને પ્રચારનો મોકો આપ્યો હોત, તો આજે તસવી કંઇક અલગ હોત.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, 'કર્ણાટકમાં ભાજપે ઓછામાં ઓછી 8 એવી સીટો ગુમાવી છે જ્યા મતનું માર્જીન NOTAમાં પડેલા મત કરતા ઓછા હતા. જો મને આ ચૂંટણીમાં પ્રચાર કરવાની મંજૂરી આપી હોત તો આવું નહી થયું હોત.

ઉલ્લેખનિય છે કે, બદામી, કુંડગોલ, મસ્કી, આલંદ જેવી ઘણી સીટોમાં ભાજપની હારમાં NOTAને મળેલા મતોની મહત્વપૂર્ણ રોલ રહ્યો છે.

More Stories:-


Post Your Comment