J&K: 9 વર્ષના કાશ્મીરી ટેણિયાએ કાઉન્ટિંગ પેનનો આવિષ્કાર કર્યો


J&K: 9 વર્ષના કાશ્મીરી ટેણિયાએ કાઉન્ટિંગ પેનનો આવિષ્કાર કર્યો

- આ પેનની ખાસિયત એ કે તે લખતી વખતે જ શબ્દોની ગણતરી દર્શાવે છે

- રાષ્ટ્રપતિ ભવનમાં આ પેનનું પ્રદર્શન યોજાયુ


શ્રી નગર, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

જમ્મુ-કાશ્મીરમાં 9 વર્ષના છોકરાએ કાઉન્ટિંગ પેનનો આવિષ્કાર કર્યો.

એક બાજુ જમ્મુ- કાશ્મીર આતંકવાદીઓ સામે લડત આપી રહ્યું છે અને યુવાનો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. એવા સમયે કાશ્મીરના 9 વર્ષના એક છોકરાએ પોતાના ટેલેન્ટ દ્વારા દરેકને અચંબામાં મૂકી દીધા છે.

બાંદીપુરાના જુરેજના રહેવાસી મુઝફ્ફર અહેમદ ખાને કાઉન્ટિંગ પેનનો આવિષ્કાર કર્યો છે, જે લખતા સમયે જ એ જણાવે છે કે તમે કેટલા શબ્દ લખ્યા છે.

મુઝફ્ફર દ્વારા બનાવવામાં આવેલી આ પેનમાં કેસિંગ જોડાયેલું છે. આની ખાસિયત એ છે કે જ્યારે કોઈ આ પેનથી કંઈ લખે તો એ જાતે જ શબ્દોની ગણતરી કરશે. સાથે જ પેન પર લાગેલી એક LED પર આ ગણતરી પણ દેખાશે. જેની સાથે તમે એલસીડી મોનિટર પણ જોડી શકો છો. આ પેનને મેસેજના આધારે મોબાઈલ સાથે કનેક્ટ કરી શકાય છે.

મોબાઈલ સાથે કનેક્ટ થવા પર શબ્દોની સંખ્યા તમને મોબાઈલ પર જોવા મળશે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં એનઆઈએફ તરફથી આયોજિત ઈનોવેશન અને આંત્રપિન્ચોરશિપના ફેસ્ટિવલમાં પણ આ પેનનું પ્રદર્શન કરવામાં આવ્યુ. મુઝફ્ફર જમ્મુના એ વિસ્તારના છે જ્યાં આતંકવાદી હુમલાઓની ઘટનાઓ વારંવાર સામે આવે છે.

More Stories:-


Post Your Comment