કઠુઆ ગેંગરેપ: આરોપીઓએ કહ્યું- ‘અમે નિર્દોષ છીએ, નાર્કો ટેસ્ટ માટે તૈયાર'


કઠુઆ ગેંગરેપ: આરોપીઓએ કહ્યું- ‘અમે નિર્દોષ છીએ, નાર્કો ટેસ્ટ માટે તૈયાર'

- 28મી એપ્રિલે આગામી સુનાવણી હાથ ધરાશે

- સાંજી રામ સહિત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

કઠુઆ બળાત્કાર કેસના મુખ્ય આરોપી સાંઝી રામ સહિત સાતેય આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરાયા.

આરોપી સાંઝીરામે નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી પણ કરી. તેણે કહ્યું નાર્કો ટેસ્ટથી સત્ય સામે આવી જશે.

કોર્ટમાં દરેક આરોપીઓએ પોતાને નિર્દોષ જણાવ્યા છે. સગીરે કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. કોર્ટમાં રજૂઆત બાદ આરોપીઓના વકીલ અંકુર શર્માએ જણાવ્યુ કે કોર્ટે ચાર્જશીટની કોપી દરેક આરોપીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. અમે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છીએ.

ત્યાં જ આરોપી સાંઝી રામની પુત્રીએ કહ્યું કે આ બધુ તાલિબ હુસૈનનું ષડયંત્ર છે. તે બાળકી પર કોઈ દુષ્કર્મ થયુ નથી. તેની હત્યા થઈ છે. હત્યાની તપાસ CBI કરશે, ત્યારે આ કેસનો ઉકેલ આવી શકશે. નહીં તો નિર્દોષ લોકો ફસાશે.

More Stories:-


Post Your Comment