દેશની બીજી મહિલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો આજે જન્મ દિવસ


દેશની બીજી મહિલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો આજે જન્મ દિવસ

- જ્યારે સોનિયા ગાંધીને માથું મૂંડાવવાની આપી ધમકી

- ફિલ્મોને અપાવી અંડરવર્લ્ડથી મુક્તિ, જાણો સુષમા સ્વરાજ વિશે કેટલીક અજાણી વાતો


અમદાવાદ તા. 14 ફેબ્રુઆરી 2016

મહિલા રાજકારણી અને દેશના વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1952ના રોજ હરિયાણાના અંબાલા કેન્ટના રહેવાસી હરદેવ શર્મા અને લક્ષ્મી દેવીના ઘરે થયો હતો. તેમના પિતા આરએસએસના એક ટોચના સભ્ય હતા. સુષમાના માતા-પિતા પાકિસ્તાનના લાહૌરના ધરમપુકા વિસ્તારના રહેવાસી હતા. દેશના ભાગલા બાદ તેઓ અંબાલામાં આવીને સ્થાયી થયા. 2009નમાં ભારતીય જનતા પાર્ટીએ સુષમા સ્વરાજને લોકસભામાં વિપક્ષ પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી.

અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યાં છે. 1998માં તેઓ થોડા દિવસો માટે દિલ્હીના મુખ્યમંત્રી પણ રહ્યાં હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ તેઓ બીજી મહિલા છે જેમને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. તેઓ સંસદ માટે સાત વખત અને ત્રણ વખત વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા.

રાજકીય કરિયર
સુષમા સ્વરાજે પોતાની રાજકીય કરિયર 70ના દાયકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે શરૂ કરી હતી. તેમના પતિ સ્વરાજ કૌશલ સમાજવાદી નેતા જોર્જ ફર્નાન્ડીઝની સાથે જોડાયેલા હતા જેના કારણે 1975માં સુષમા જ્યોર્જની લો ટીમની સાથે જોડાઇ ગયા. ઇમર્જન્સી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ ગયા ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાના નેતા બની ગયા.રાજ્ય કક્ષાની રાજનીતિ
1977માં તેઓ 25 વર્ષની ઉંમરમાં અંબાલા છાવણીમાંથી હરિયાણા વિધાનસભા માટે પસંદ કરવામાં આવેલા. 1987માં તેઓ ફરીથી આ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. જુલાઇ 1977માં દેવી લાલના નેતૃત્વવાળી જનતા પાર્ટીમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા. 27 વર્ષની ઉંમરમાં તેમને જનતા પાર્ટીના પ્રદેશ(હરિયાણા)ના પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 1987થી 1990 સુધી તેઓ બીજેપી-લોકદલની ગઠબંધન સરકારમાં તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો.

દિલ્હીની મુખ્યમંત્રી
રાષ્ટ્રીય રાજનીતિમાં હાથ અજમાવ્યા બાદ તેમને ઓક્ટોબર 1998માં અટલ બિહારી વાજપેયી સરકારમાંથી રાજીનામુ આપ્યા બાદ દિલ્હીની પહેલી મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. પરંતુ વધી મોંઘવારીના કારણે તે જ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ભારે હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ સુષમાએ વિધાનસભામાંથી રાજીનામુ આપ્યા બાદ રાષ્ટ્રીય રાજનીતિમાં પરત ફર્યા.


રાષ્ટ્રીય રાજનીતિ
એપ્રિલ 1990માં તેઓ રાજ્યસભા માટે ચુંટાયા અને ત્યાંથી 1996 સુધી રહ્યાં. ત્યાર બાદ 1996માં 11મી લોકસભા માટે યોજાયેલી સામન્ય ચૂંચણીમાં તેઓ દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા માટે ચૂંટાઈ આવ્યા. સુષમાએ 1996માં અટલ બિહારી વાજપેયીની 13 દિવસીય સરકારમાં સૂચના એવં પ્રસારણ મંત્રાલયની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમને આમ જનતા માટે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ (લાઇવ ટેલિકાસ્ટ) શરૂ કરાવ્યું. 1998માં 12મી લોકસબા દરમિયાન યોજાયેલી સામન્ય ચૂંટણીમાં તેઓ ફરીથી દક્ષિણ દિલ્હીથી ચૂંટાઈ આવ્યા.


23 વર્ષની ઉંમરમાં લગ્ન, વકીલ પતિ રહી ચૂક્યાં છે રાજ્યપાલ
27 વર્ષની ઉંમરે જનતા પાર્ટીની હરિયાણા રાજ્યની અધ્યક્ષ બની ગયેલા સુષમા સ્વરાજના લગ્ન 1975માં 23 વર્ષની ઉંમરમાં જાણીતા વકીલ સ્વરાજ કૌશલ સાથે થયા. સ્વરાજ કૌશલ પણ કોલેજના દિવસોથી રાજનીતિ સાથે જોડાયેલા હતા અને જોર્જ ફર્નાન્ડીઝની વિચારધારાથી પ્રભાવિત હતા. 1975માં સુષમા અને સ્વારજ કૌશલ જોર્જ ફર્નાન્ડીઝની લીગલ ટીમના સભ્ય હતા. કૌશલ પાછળથી સાંસદ પણ રહ્યાં અને મિઝોરમના રાજ્યપાલ પણ રહ્યાં. તેઓ સૌથી નાની ઉંમરના રાજ્યપાલોમાં સામેલ છે.


દેશની મહિલા પ્રવક્ત્તા
સુષમા બીજેપીની શરૂઆતી મહિલાઓમાંથી એક છે. તેના પરિણામે તેઓ બીજેપીની પહેલી મુખ્યમંત્રી, પહેલી મહિલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી, જનરલ સેક્રેટરી, વિરોધ પક્ષની પહેલી મહિલા નેતા અને વિદેશ મંત્રી બની (બીજેપીની, આ પહેલા પૂર્વ વડાપ્રધાન આ પદે હતા). તેઓ ભારતીય રાજનીતિમાં કોઇ પણ પાર્ટીના પ્રવક્ત્તા બનનારી પહેલી મહિલા નેતા હતી. 1998માં તેઓ દિલ્હીના પહેલી મહિલા મુખ્યમંત્રી પણ રહી. આ ઉપરાંત અટલ બિહારી વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ રહ્યાં.

ચાર રાજ્યોમાંથી 11 ચૂંટણી લડ્યા
સુષમા સ્વરાજે ચાર રાજ્યો દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્નાટક અને મધ્ય પ્રદેશમાંથી 11 સંસદીય ચૂંટણી લડ્યા અને છેલ્લા 30 વર્ષથી વિધાનસભામાં છે. આ દરમિયાન તેઓ સતત ત્રણ વખત લોકસભા ચૂંટણી હાર્યા. વર્ષ 1999માં કર્નાટકની બેલ્લારી બેઠકમાંથી સોનિયા ગાંધીની સામે ચૂંટણી લડ્યા હતા જોકે તેમને 55 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.


જ્યારે સોનિયા ગાંધીને માથું મૂંડાવવાની આપી ધમકી
2004માં કોંગ્રેસના કેન્દ્રની સત્તામાં આવવા પર તેમને સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવાના વિરોધસ્વરૂપ માથું મૂંડાવવાની અને સફેદ સાડી પહેરવાની ધમકી આપી હતી.

ફિલ્મોને અપાવી અંડરવર્લ્ડના ચંગુલમાંથી મુક્તિ
વાજપેયી સરકારમાં તેમને સૂચના મંત્રાલયની સાથે સાથે 19 માર્ચ 1998થી 12 ઓક્ટોબર સુધી દૂરસંચાર વિભાગની પણ જવાબદારી સોંપી હતી. જેમાં તેઓએ સૂચના એવં પ્રસારણ મંત્રી રહેતા સ્વરાજે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરાવ્યું. ત્યાર બાદ બીજા કાર્યકાળમાં તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગનો દરજ્જો અપાવ્યો જેના પરિણામે ફિલ્મનોને બેન્કોમાંથી લોન મળવા લાગી. આ પહેલા ફિલ્મોમાં અંડરવર્લ્ડના પૈસા લાગતા હતા અને ફિલ્મ નિર્માતાઓને ભારે વ્યાજ ચૂકવવું પડતું હતું.

જાન્યુઆરી 2003થી મે 2004 સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહ્યાં. આ દરમિયાન તેમને દેશબરમાં છ એમ્સ હોસ્પિટલોની સ્થાપના કરી. 2004માં સામન્ય ચૂંટણીમા રાજગ સરકારને બેદખલ કરી યૂપીએ સરકાર સત્તા પર કબજો મેળવ્યો. 2009માં યોજાયેલી સામન્ય ચૂંટણીમાં તેઓ વિદિશા બેઠક પરથી લોકસભા માટે ચૂંટાઇ આવ્યા. 21 ડિસેમ્બર 2009થી લઇ મે 2014 સુધી તેઓ વિપક્ષની નેતા રહીં.

More Stories:-


Post Your Comment