મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ


મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપી નિર્દોષ

- 11 વર્ષ બાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ફેંસલો આવ્યો

- હૈદરાબાદમાં વર્ષ 2007માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં નવ લોકોનાં મોત થયા હતા


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018 સોમવાર

NIAની વિશેષ કોર્ટ વર્ષ 2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ સાથે જોડાયેલ કેસમાં ચુકાદો આવી ગયો છે.

હૈદરાબાદની મશહૂર મક્કા મસ્જિદ પર 2007માં થયેલ વિસ્ફોટના મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ સહિતના દરેક આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 

આ કેસના આરોપી અસીમાનંદને હૈદરાબાદના નામપલ્લી કોર્ટ લાવવામાં આવ્યો છે. વિસ્ફોટમાં 9 લોકોનાં મોત નીપજ્યા હતા.

NIA કેસોની વિશેષ કોર્ટે સુનાવણી પૂરી કરી લીધી છે અને ગત અઠવાડિયે ચુકાદાની સુનાવણી 16 એપ્રિલ સુધી લંબાવાઈ હતી. 18 મે 2007માં જુમ્માની નમાઝ દરમિયાન ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક પોલીસની શરૂઆતની તપાસ બાદ કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. જે બાદ 2011માં CBI પાસેથી આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને ટ્રાન્સફર કરાયો. આ બ્લાસ્ટમાં સ્વામી અસીમાનંદ સહિત કુલ 10 લોકો પર આરોપ લગાવાયો હતો, જેમાંથી એક આરોપીનું મોત નીપજ્યુ હતુ.

More Stories:-


Post Your Comment