ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંનો પત્રકાર ઉપર હુમલો: કેમેરા તોડી કરી મારામારી


ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંનો પત્રકાર ઉપર હુમલો: કેમેરા તોડી કરી મારામારી

- કલકત્તાની એક ખાનગીશાળામાં હસીન જહાંએ મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2018, મંગળવાર

ભારતીય ક્રિકેટર મહમ્મદ શમી પર તેની પત્નિ હસીન જહાં દ્વારા લગાવવામાં આવેલા આરોપો છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં છે ત્યારે ક્રિકેટરની પત્નિ તેનો ગુસ્સો હવે અન્ય પર ઉતારી રહી હોય તેવું જણાઇ રહ્યું છે. કલકત્તામાં હસીનજહાંએ પત્રકારોને મળી તે દરમિયાન તેણે મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

કોલકત્તામાં એક ખાનગી શાળામાં પહોંચેલી હસીન જહાં પાસે જ્યારે મીડિયાના કર્મચારી પહોંચ્યા તો તે મીડિયાકર્મી પર ગુસ્સો ઉતારી એક વીડિયો કેમેરો તોડી દોધો હતો અને ત્યારબાદ તેણી પોતાની ગાડીમાં બેસી ત્યાંથી ચાલી ગઇ હતી.

ઉલ્લેખનિય છે કે હસીન જહાંએ પોતાની પત્ની મહમ્મદ શમી પર ઘણાં આરોપો લગાવ્યા છે અને આ મામલે તેણે પોલીસ ફરીયાદ પણ નોંધાવી હતી. જ્યારે ક્રિકેટર શમી પોતાના બચાવમાં નિવેદનો આપી રહ્યો છે. તે આ મામલે પોતાની પત્નિ અને પરીવાર સાથે વાતચીત કરવા માંગે છે. જ્યારે ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આ મામલે શમીનું સમર્થન કર્યું છે ત્યારે આ મામલે નવો વળાંક શું આવશે તે તો સમય જ જણાવશે પરંતુ ક્રિકેટરની પત્નિનું મીડિયાકર્મી સાથેનું આ રીતનું વર્તન અશોભનિય છે.

More Stories:-


Post Your Comment