આ વર્ષે ચોમાસુ સામન્ય રહેશે, જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થશે


આ વર્ષે ચોમાસુ સામન્ય રહેશે, જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થશે

- હવામાન વિભાગનું ચોમાસા પહેલાનું પૂર્વાનુમાન


નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

દેશની અર્થવ્યવસ્થા અને કૃષિને હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સારૂ નીવડી શકે છે એવી આશા વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર ચાલુ જૂનનાં પ્રથમ સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થશે અને 97 ટકા વરસાદ થશે. આ પહેલા હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી Skymet એ આ વર્ષમાં ચોમાસુ સારૂ રહેવાની આગાહી કરી હતી.

વરસાદ જો  એલપીએના 96 ટકાથી 104 ટકા પડે તો તેને સમાન્ય ચોમાસુ કહેવામાં આવે છે. સામન્યથી વધારે ચોમાસામાં વરસાદ એલપીએના 104-110 ટકા હોય છે. એલપીએના 110 ટકાથી વધારે થવા પર તેને 'અતિશય' કહેવામાં આવે છે.

હવામાન વિભાગના મતે સામાન્ય ચોમાસાની સંભાવના 42 ટકા છે જ્યારે સામાન્યથી વધુ વરસાદની 12 ટકા સંભાવના રહેલી છે. જેનો અર્થ એ છે કે વરસાદ સામાન્યથી વધુ રહેવાની સારી સંભાવના છે. ચાલુ વર્ષે મેના અંતે અથવા જૂનના પ્રારંભે ચોમાસુ કેરળ પહોંચે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ઊનાળો હવે તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે.

More Stories:-


Post Your Comment